Go Back
+ servings
સિંધી ઘીયર - Sindhi gheeyar - સિંધી ઘીયર બનાવવાની રીત - Sindhi gheeyar banavani rit

સિંધી ઘીયર બનાવવાની રીત | Sindhi gheeyar banavani rit

આજ આપણે સિંધી ઘીયર બનાવવાનીરીત શીખીશું. આ સિંધી ઘેહર સિંધી લોકો હોળી પર ખાસ બનાવતા હોય છે સિંધી ઘીયર ને સિંધી જલેબી પણ કહે છે ,જે સિંધી લોકો હોળી ના તહેવાર પર બજાર માંથી કે ઘરે બનાવી નેહોળી ની ઉજવણી કરતા હોય છે જે એક પ્રકારની જલેબી જ કહી શકો છો પરંતુ આ રેગ્યુલર જલેબીજેટલી નાની નહિ પણ થોડી મોટી મોટી બનાવવામાં આવે છે તો ચાલો Sindhi gheeyar banavani rit - Sindhi gheeyar recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course Sindhi gheeyar
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સિંધી ઘીયર બનાવવા જરૂરીસામગ્રી

  • 1 કપ મેંદા નો લોટ
  • ¼ કપ ખાટું દહી
  • ¼ ચમચી કેસરી ફૂડ કલર
  • પાણી જરૂર મુજબ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 15-20 કેસરના તાંતણા
  • 1-2 એલચી

Instructions
 

ચાસણી બનાવવા માટેની રીત

  • સિંધી ઘીયાર બનાવવા સૌપ્રથમએક વાસણમાં ખાંડ, પાણી, કેસર ના તાંતણા અને એલચી નાખી ને હલાવી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ઓગળી લ્યો ત્યાર બાદ એક વખત ઉભરો આવે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો તો તૈયાર છે ચાસણી.

સિંધી ઘીયર બનાવવાની રીત

  • મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં કેસરી ફૂડ કલર અને ખાટું દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગરમ જગ્યાએ આઠ થી દસ  કલાક અથવા આખી રાત આથો આવવા મૂકો.
  • આઠ દસ કલાક પછી એમાં બેકિંગ સોડા અને જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર મિશ્રણ ને પાઇપિંગ બેગ કે પ્લાસ્ટિક ની થેલી કે દૂધ ની કે મીઠા નીથેલી માં નાખી પાછળ થી બરોબર પેક કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ / ઘી ને ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં વચ્ચે કાંઠો મૂકો એમાં પ્લાસ્ટિક કોન માં ઝીણું કાણું કરી લ્યો હવે કાંઠા ની વચ્ચે ગોળ ગોળ કે જે આકારમાં દબાવતા જઈ આખા કાંઠા માં મિશ્રણ નાખતા જાઓ ને બે ચાર પડ બનાવી લ્યો અને ને મિનિટ પછી કિનારી થોડી અલગ કરી નાખવી.
  • ત્યારબાદ કાંઠા ને કાઢી લ્યો અને ત્યાર બાદ ચમચા થી કે જાર થી ઉથલાવી લ્યો આમ બને બાજુ થી બરોબર ચડી જાય અને ક્રિસ્પી બની જાય ત્યાં સુંધી ચડવા દયો બને બાજુ ગોલ્ડન ક્રિસ્પી થાય એટલેકાઢી લઈ અને નવાશેકી ચાસણી માં બે મિનિટ બોડી લ્યો,
  • ત્યારબાદ ચારણી માંથી કાઢી લ્યો આમ બધી જ ઘેહર તરી લ્યો અને ચાસણી માં બોળી લ્યો અને ઉપર મનગમતા ડ્રાય ફ્રુટ છાંટી ને મજા લ્યો સિંધી ઘેહર.

Sindhi gheeyar recipe in gujarati notes

  • ચાસણી માટે કોઈ તાર કરવાની જરૂર નથી એક ઉભરો આવે અથવા થોડી ચિકાસ પડતી બને એટલી જ ચડાવી.
  • તૈયાર ઘેહર ને હમેશા નવશેકી ગરમ હોય એવા માં જ નાખવી જો ચાસણી વધારે ગરમ હસે તો ઘેહર પોચા થઈ જસે અને જો ચાસણી ઠંડી હસે તો અંદર સુંધી નહિ જાય
  • મેંદાનું મિશ્રણ ના ઘણું ઘટ્ટ કે ના ઘણું પાતળું રાખવું
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો