Go Back
+ servings
ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની - Ghau na lot ni Chocolate Brownie - ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની બનાવવાની રીત - Ghau na lot ni Chocolate Brownie banavani rit - wheat flour brownie recipe in gujarati

ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની બનાવવાની રીત | Ghau na lot ni Chocolate Brownie banavani rit

આજ આપણે ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉનીબનાવવાની રીત - Ghau na lot ni Chocolate Brownie banavani rit શીખીશું, અત્યાર સુંધી આપણે બજાર માંથી બ્રાઉની મંગાવી ને તો ઘણી વખતમજા લીધી હસે પણ આજ આપણે ઘરે ઘઉંના લોટ માંથી ચોકલેટ બ્રાઉની બનાવશું જે ખાવા માં બજારકરતા પણ વધારે ટેસ્ટી લાગશે અને બજાર કરતા વધારે હેલ્થી પણ બનશે તો ચાલો wheat flour brownie recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course brownie
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર / ઓવેન
  • 1 કેક ટીન

Ingredients
  

ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  • 1 ¼ કપ ઘઉંનો લોટ
  • 4 ચમચી કોકો પાઉડર
  • ¼ કપ ઘી/ તેલ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ કપ પીસેલી ખાંડ
  • ¼ ચમચી વેનીલા એસેન્સ
  • ½ કપ દૂધ
  • ચપટી મીઠુ
  • 2-3 ચમચી અખરોટ ના કટકા

Instructions
 

ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની બનાવવાની રીત | Ghau na lot ni Chocolate Brownie banavani rit

  • ચોકલેટ બ્રાઉની બનાવવા સૌપ્રથમ જે વાસણમાં બ્રાઉની બનાવવાની હોય એને ઘી કે તેલ થી ગ્રીસ કરી લ્યો અને વચ્ચે બટર પેપર મૂકી એક બાજુ મૂકો અને જો કુકર મા બનાવવાની હોય તો કુકર ની રીંગ કાઢી અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી ગરમ થવા દયો અથવા ઓવેન ને 180 ડિગ્રી પ્રિ હિટ કરવા મૂકો.
  • હવે એક વાસણમાં ડાર્ક ચોકલેટ ના કટકા કરી લ્યો અને એનાથી મોટા વાસણમાં પાણી નાખી એના પર ચોકલેટ નું વાસણ મૂકી ચોકલેટ ને પીગળાવી લ્યો અને પિગડેલ ચોકલેટ એક બાજુ મૂકો.
  • એક બીજા વાસણમાં તેલ/ ઘી લ્યો એમાં પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો હવે એમાં ચપટી મીઠુ અને વેનીલાએસેંસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ખાંડ ને ઓગળી લ્યો તૈયાર મિશ્રણ ને ચોકલેટ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • એમાં ચાળી ને ઘઉંનો લોટ અને બેકિંગ પાઉડર, કોકો પાઉડર નાખી ને ચાળી ને નાખી દયો અને અખરોટ ના કટકા નાખી હલકા હાથે બરોબરમિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ વાસણમાં નાખી એક સરખું ફેલાવીલ્યો ત્યાર બાદ એના પર ફરી અખરોટ ના કટકા છાંટી દયો.
  • ગરમ થયેલ કુકર અથવા તો ઓવેન માં મૂકી 30મિનિટ ચડાવી લ્યો. ત્રીસ મિનિટ પછી વાસણ ને બહાર કાઢી ને ઠંડી થવા દયો બ્રાઉની ઠંડી થાય એટલે કટકા કરી લ્યો અને એમજ અથવા આઈસ્ક્રીમ સાથે મજા લ્યો ચોકલેટ બ્રાઉની.

wheat flour brownie recipe NOTES

  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • અખરોટ ની જગ્યાએ કાજુ કે બદામ ના કટકા પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો