મસાલા છાશ | મસાલા છાશ બનાવવાની રીત | masala chaas banavani rit | masala chaas recipe in gujarati
આપણે મસાલા છાશ બનાવવાની રીત - masala chaas banavani rit શીખીશું. છાસ ને ઘણા મઠ્ઠો, લચ્છી પણ કહેતા હોય છે, જે ઘટ્ટ અથવા થોડીપાતળી બનતી હોય છે. ઉકળતી ગરમી માં પેટને ઠંડક આપે અને સ્વાસ્થ્યમાટે પણ ફાયદાકારક હોય એવું જો કોઈ પીણું હોય તો એ છે છાસ. ઠંડા પીણા ઠંડક તો આપે પણ ઘણા ઠંડા પીણા સ્વાસ્થ્ય ને નુકશાન પણ કરતા હોય છે ત્યારે છાસએ પેટમાં ઠંડક ની સાથે ભૂખ ને પણ શાંત કરે છે. તો ચાલો masala chaas recipe in gujarati શીખીએ.
મસાલા છાશ બનાવવાની રીત | masala chaas banavanirit | masala chaas recipe in gujarati
મસાલા છાસ બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં દહીં લ્યો એમાં શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ, પીસેલી ખાંડ નાખી ઝરણી વડે કે બ્લેન્ડરવડે બરોબર મિક્સ કરી સ્મૂથ બનાવી લ્યો ત્યાર બાદ એમાં આદુના પેસ્ટ માંથી રસ કાઢી નેએમાં લીલા મરચા ની પેસ્ટ નાખો અને ફરી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં જરૂર મુજબ પાણી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં તૈયાર કરેલ છાસ નાખી મિક્સ કરી ઠંડી ઠંડી છાસ ની મજા લ્યો તો તૈયાર છે મસાલા છાસ.
masala chaas recipe notes
અહી જીરા મસાલા સાથે છાસનો મસાલો પણ નાખી શકો છો.
સૂકા કે લીલાં ફુદીના ના પાંદ ના કટકા કરી ને પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો