Go Back
+ servings
ચોખા ના પાપડ - chokha na papad - ચોખા ના પાપડ બનાવવાની રીત - chokha na papad banavani rit - chokha na papad banavani recipe - chokha na papad recipe in gujarati

ચોખા ના પાપડ | chokha na papad | chokha na papad banavani rit | chokha na papad banavani recipe

કેમ છો બધા મજામાં ને ? તો આજ ની વાનગીબનવવવા માટે તૈયાર છો ને ? આજ આપણે ચોખા ના પાપડ બનાવવાની રીત - chokha na papad banavani recipe શીખીશું,ઉનાળો આવતા જ દરેક ઘર માં બાર મહિના ના મસાલા, ધાન ભરાવવા,અથાણાં બનાવવા ના શરૂ થઈ જાય સાથે સાથે અલગ અલગ પ્રકારની ફરાળી રેગ્યુલરસેવ, પાપડી ને પાપડ પણ બનાવી ને તૈયાર કરતા હોય છે તો આજ આપણેબધાને પસંદ આવતા હોય એ ચોખા ના પાપડ બનાવવાની રીત શીખીશું. જેએક વખત બનાવી ને ભરી લ્યો અને જ્યારે પણ ખાવા હોય ત્યારે તરી ને મજા લ્યો. તો ચાલો chokhana papad recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course papad recipe in gujarati
Cuisine Indian
Servings 100 પાપડ

Equipment

  • 1 જાડા તળિયાવાળા મોટી કડાઈ

Ingredients
  

ચોખા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી કલોંજી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 9 કપ પાણી

Instructions
 

ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani recipe

  • ચોખા ના પાપડ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં એક કપ ચોખાના લોટ ને ચાળી એક બાજુ મૂકો. હવે એક મોટી જાડા તળિયાવાળીકડાઈ / તપેલી લ્યો એમાં નવ કપ પાણી લ્યો ત્યાર બાદ એમાં ચાળીરાખેલ ચોખાનો લોટ નાખતા જઈ બરોબર મિક્સ કરતા જાઓ. આમ બધો લોટપાણીમાં બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો મિડીયમ તાપે ચમચાથી હલાવતા જાઓ અને મિશ્રણ ને ઘટ્ટ કરી લ્યો. મિશ્રણ ને હલાવોત્યારે ધ્યાન રાખવું કે લોટ તરિયાં માં ના ચોંટે નહિતર પાપડ નો સ્વાદ બગડી જસે.આમ મિશ્રણ ને દસ પંદર મિનિટ હલાવતા રહેશો એટલે મિશ્રણ ઘટ્ટ થઈ જશે એટલેપંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો.
  • કડાઈ માં રહેલા મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા,કલોંજી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ સાવ ઠંડુ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને મિશ્રણ નેસાવ ઠંડુ કરી લ્યો.
  • પંખા નીચે અથવા તડકા માં એક પ્લાસ્ટિક સીટ પાથરી લ્યો અને એના પર ચમચી વડે એક કે બે ચમચી તૈયાર મિશ્રણ નાખી ગોળ ફેરવી લ્યો આમ બધા મિશ્રણ માંથી પાપડ બનાવી લ્યો. એક દિવસ સૂકવી લીધા બાદ પાપડને પ્લાસ્ટિક પર થી કાઢી લ્યો અને બીજા એક બે દિવસ સુકાવા દયો.
  • પંખા નીચે વાળા પાપડ બે ત્રણ દિવસ માં સુકાઈ જસે બરોબર અને તડકા વાળા પાપડ બે દિવસ માં બરોબર સુકાઈ જસે તૈયાર પાપડ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ પાપડ ખાવા હોય ત્યારે તેલ ગરમ કરી ને પાપડ ને તરી લ્યો અને મજા લ્યો ચોખા ના પાપડ.

chokha na papad recipe notes

  • અહી તમે ચોખા ના મિશ્રણ ને ચડાવતી વખતે એમાં મરચા આદુની પેસ્ટ અને જીરું પણ નાખી શકો છો.
  • પાપડ ખાર પણ નાખી શકાય છે જેંથી પાપડ સફેદ અને ક્રિસ્પી અને સોફ્ટ બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો