કેમ છો બધા મજામાં ને ? તો આજ ની વાનગી બનવવવા માટે તૈયાર છો ને ? આજ આપણે ચોખા ના પાપડ બનાવવાની રીત – chokha na papad banavani recipe શીખીશું, Please subscribe Tasty home cook YouTube channel If you like the recipe, ઉનાળો આવતા જ દરેક ઘર માં બાર મહિના ના મસાલા, ધાન ભરાવવા, અથાણાં બનાવવા ના શરૂ થઈ જાય સાથે સાથે અલગ અલગ પ્રકારની ફરાળી રેગ્યુલર સેવ, પાપડી ને પાપડ પણ બનાવી ને તૈયાર કરતા હોય છે તો આજ આપણે બધાને પસંદ આવતા હોય એ ચોખા ના પાપડ બનાવવાની રીત શીખીશું. જે એક વખત બનાવી ને ભરી લ્યો અને જ્યારે પણ ખાવા હોય ત્યારે તરી ને મજા લ્યો. તો ચાલો chokha na papad recipe in gujarati શીખીએ.
ચોખા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા નો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- કલોંજી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- પાણી 9 કપ
ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani recipe
ચોખા ના પાપડ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં એક કપ ચોખાના લોટ ને ચાળી એક બાજુ મૂકો. હવે એક મોટી જાડા તળિયાવાળી કડાઈ / તપેલી લ્યો એમાં નવ કપ પાણી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ ચોખાનો લોટ નાખતા જઈ બરોબર મિક્સ કરતા જાઓ. આમ બધો લોટ પાણીમાં બરોબર મિક્સ કરી લ્યો.
હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો મિડીયમ તાપે ચમચાથી હલાવતા જાઓ અને મિશ્રણ ને ઘટ્ટ કરી લ્યો. મિશ્રણ ને હલાવો ત્યારે ધ્યાન રાખવું કે લોટ તરિયાં માં ના ચોંટે નહિતર પાપડ નો સ્વાદ બગડી જસે. આમ મિશ્રણ ને દસ પંદર મિનિટ હલાવતા રહેશો એટલે મિશ્રણ ઘટ્ટ થઈ જશે એટલે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો.
કડાઈ માં રહેલા મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, કલોંજી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ સાવ ઠંડુ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને મિશ્રણ ને સાવ ઠંડુ કરી લ્યો.
પંખા નીચે અથવા તડકા માં એક પ્લાસ્ટિક સીટ પાથરી લ્યો અને એના પર ચમચી વડે એક કે બે ચમચી તૈયાર મિશ્રણ નાખી ગોળ ફેરવી લ્યો આમ બધા મિશ્રણ માંથી પાપડ બનાવી લ્યો. એક દિવસ સૂકવી લીધા બાદ પાપડ ને પ્લાસ્ટિક પર થી કાઢી લ્યો અને બીજા એક બે દિવસ સુકાવા દયો.
પંખા નીચે વાળા પાપડ બે ત્રણ દિવસ માં સુકાઈ જસે બરોબર અને તડકા વાળા પાપડ બે દિવસ માં બરોબર સુકાઈ જસે તૈયાર પાપડ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ પાપડ ખાવા હોય ત્યારે તેલ ગરમ કરી ને પાપડ ને તરી લ્યો અને મજા લ્યો ચોખા ના પાપડ.
chokha na papad recipe notes
- અહી તમે ચોખા ના મિશ્રણ ને ચડાવતી વખતે એમાં મરચા આદુની પેસ્ટ અને જીરું પણ નાખી શકો છો.
- પાપડ ખાર પણ નાખી શકાય છે જેંથી પાપડ સફેદ અને ક્રિસ્પી અને સોફ્ટ બનશે.
chokha na papad banavani rit | Recipe Video
Youtube પર Tasty home cook ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
chokha na papad recipe in gujarati
ચોખા ના પાપડ | chokha na papad | chokha na papad banavani rit | chokha na papad banavani recipe
Equipment
- 1 જાડા તળિયાવાળા મોટી કડાઈ
Ingredients
ચોખા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોખા નો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી કલોંજી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 9 કપ પાણી
Instructions
ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani recipe
- ચોખા ના પાપડ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં એક કપ ચોખાના લોટ ને ચાળી એક બાજુ મૂકો. હવે એક મોટી જાડા તળિયાવાળીકડાઈ / તપેલી લ્યો એમાં નવ કપ પાણી લ્યો ત્યાર બાદ એમાં ચાળીરાખેલ ચોખાનો લોટ નાખતા જઈ બરોબર મિક્સ કરતા જાઓ. આમ બધો લોટપાણીમાં બરોબર મિક્સ કરી લ્યો.
- હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો મિડીયમ તાપે ચમચાથી હલાવતા જાઓ અને મિશ્રણ ને ઘટ્ટ કરી લ્યો. મિશ્રણ ને હલાવોત્યારે ધ્યાન રાખવું કે લોટ તરિયાં માં ના ચોંટે નહિતર પાપડ નો સ્વાદ બગડી જસે.આમ મિશ્રણ ને દસ પંદર મિનિટ હલાવતા રહેશો એટલે મિશ્રણ ઘટ્ટ થઈ જશે એટલેપંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો.
- કડાઈ માં રહેલા મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા,કલોંજી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ સાવ ઠંડુ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને મિશ્રણ નેસાવ ઠંડુ કરી લ્યો.
- પંખા નીચે અથવા તડકા માં એક પ્લાસ્ટિક સીટ પાથરી લ્યો અને એના પર ચમચી વડે એક કે બે ચમચી તૈયાર મિશ્રણ નાખી ગોળ ફેરવી લ્યો આમ બધા મિશ્રણ માંથી પાપડ બનાવી લ્યો. એક દિવસ સૂકવી લીધા બાદ પાપડને પ્લાસ્ટિક પર થી કાઢી લ્યો અને બીજા એક બે દિવસ સુકાવા દયો.
- પંખા નીચે વાળા પાપડ બે ત્રણ દિવસ માં સુકાઈ જસે બરોબર અને તડકા વાળા પાપડ બે દિવસ માં બરોબર સુકાઈ જસે તૈયાર પાપડ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ પાપડ ખાવા હોય ત્યારે તેલ ગરમ કરી ને પાપડ ને તરી લ્યો અને મજા લ્યો ચોખા ના પાપડ.
chokha na papad recipe notes
- અહી તમે ચોખા ના મિશ્રણ ને ચડાવતી વખતે એમાં મરચા આદુની પેસ્ટ અને જીરું પણ નાખી શકો છો.
- પાપડ ખાર પણ નાખી શકાય છે જેંથી પાપડ સફેદ અને ક્રિસ્પી અને સોફ્ટ બનશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત | pan kobi batata nu shaak banavani rit
મસાલેદાર દમ આલુ નું શાક ની રેસીપી | Masaledar duma loo nu shaak ni recipe
બે પળની રોટલી બનાવવાની રીત | Be pad ni rotli banavani rit | pad vadi rotli banavani rit
dal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત | dal makhani banavani rit
પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati