મહિના સુંધી સાચવી ને મજા લઇ શકાય એવો Gol nu sharbat banavani rit recipe with jaggery આજ આપણે બનાવતા શીખીશું , ખાંડ શરીર ને નુકશાન કરે છે અને ખાસ નાનાબાળકો ને વધારે કરતી હોય છે ખાંડ સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે ત્યારે ઘણાખાંડ ની જગ્યાએ મધ, ગોળ જેવી બીજી મીઠાસ નો ઉપયોગ કરવાનું પસંદકરે છે અને ઉનાળા ની ગરમી માં બાળકો અને મોટા ને વારંવાર ઠંડા ઠંડા શરબત , શેક, આઈસક્રીમ ખાવા પસંદ આવતા હોય ત્યારે ખાંડ ની જગ્યાએગોળ વાપરી શરબત બનાવી પીવડાવી શકો છો તો ચાલો ગોળ નો શરબત બનાવવાની રીત - gol nu sharbat recipe in gujarati શીખીએ.
ગોળ નો શરબત બનાવવાની રીત | gol nu sharbat banavani rit
ગોળ નો શરબત બનાવવા સૌપ્રથમ ગોળ ના ચાકુથી ના નાના નાના કટકા કરી લ્યો અથવા ઝીણો ઝીણો વતરીએક બાજુ મૂકો ત્યાર બાદ એક વાટકા માં સબજ્જા બીજ નાખી એમાં એક કપ પાણી નાંખી પલાળી મૂકો. અને ફુદીના નાપાંદ ને દાડી થી અલગ કરી ધોઇ સાફ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમ સાફ કરેલ ફુદીના ના પાંદ , કાચી વરિયાળી નાખી ચાર પાંચમિનિટ ઉકાળી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદબીજા વાસણમાં ગરણી વડે ફુદીના વરિયાળી વાળા પાણી ને ગાળી લ્યો અને ફરીથી પાણી ને કડાઈમાં નાખો.
ફરીથી કડાઈ ને ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી લ્યો હવે એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ બરોબર ઓગળી જાય એટલે ફરી એક વખત ગરણી વડે બીજા વાસણમાં ગાળી લ્યો જેથીએમાં કોઈ કચરો હોય તો અલગ થઈ જાય.
કડાઈને ફરીથી ગેસ પર મૂકો અને પંદર વીસ મિનિટ સુંધી ઉકાળી ને પાણી અડધું કરી નાખો. પાણી અડધું થાય એટલે એમાં સૂંઠપાઉડર, એલચી પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, સંચળ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બીજા પાંચ સાત મિનિટ ચડાવી ને ઘટ્ટ કરી લ્યો.
સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને શરબત ને ઠંડો થવા દયો. શરબત બિલકુલ ઠંડો થાય એટલે એને એક બોટલ માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકી જ્યારે પણ શરબત બનાવો હોય ત્યારે બનાવીને પી શકો છો.
શરબત બનાવવા એક ગ્લાસ માં પલાળી રાખેલ સબજ્જા ની એક થી બે ચમચી નાખો ત્યાર બાદ એમાં બરફના કટકા નાખો સાથે લીંબુ નો રસ અથવા લીંબુની સ્લાઈસ મૂકો અને જરૂર મુજબ તૈયાર કરેલ ગોળ નો શરબત નાખો સાથે ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો ગોળ નો શરબત.
gud nu sharbat recipe notes
અહી તમે ફુદીના ના પાંદ અને વરિયાળી ને ઉકાડતી વખતે ગોળ નાખી શકો છો જેથી તમને બે વખત ગરણી વડે ગાળવું ના પડે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો