Go Back
+ servings
બુંદી લાડુ - bundi na ladoo - બુંદી લાડુ બનાવવાની રીત - bundi na ladoo recipe in gujarati - bundi na ladoo banavani rit

બુંદી લાડુ | bundi na ladoo | bundi na ladoo recipe in gujarati | bundi na ladoo banavani rit

જય શ્રી રામ…. હનુમાન જન્મોસ્તવઆવી રહ્યો છે ત્યારે હનુમાનજી ના મનપસંદ બૂંદી ના લાડવા  - bundi na ladoo banavani rit આજ ઘરે બનાવતા શીખીશું,અત્યાર સુંધી બજાર માંથી તૈયાર લાડુ લઈ દાદા ને ભોગ ધરાવ્યો હસે પણ આજ થી ઘરેજ લાડુ તૈયાર કરી ભોગ ધરાવી ને ભગવાન ની કૃપા મેળવી લ્યો તો ચાલો બુંદી લાડુ બનાવવાની રીત - bundina ladoo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course ladoo recipe in gujarati
Cuisine Indian
Servings 1.5 કીલો

Equipment

  • 1 ઝારો
  • 1 કડાઈ

Ingredients
  

બુંદી માટેની સામગ્રી

  • 1 ટીપાં ફૂડ કલર
  • 1 ½ કપ બેસન
  • 1 ચપટી બેકિંગ સોડા
  • 1 ½ કપ પાણી
  • તેલ જરૂર મુજબ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ખાંડ
  • 1 ¼  કપ પાણી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 15-20 કેસર ના તાંતણા
  • 4-5 ચમચી તરબૂચ ના બીજ

Instructions
 

બુંદી લાડુ બનાવવાની રીત | bundi na ladoo recipe in gujarati

  • બુંદી ના લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ફૂડ કલર અને થોડું થોડું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં બેસનના મિશ્રણ માં બેકિંગ સોડા અને એક ચમચી ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તેલ ગરમ થાય એટલે હાથ ને કડાઈ થી થોડી ઉપર રાખી વાટકા થી મિશ્રણ ને ઝારા માં નાખો અને બૂંદી એક બે મિનિટ તરી ને ક્રિસ્પી બને ત્યાં સુંધી તરી લ્યો અને બીજા ઝારાથી કાઢી બીજા વાસણમાં મૂકતા જાઓ. આમ બધી બૂંદી ને તરી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર બીજી કડાઈ માં ખાંડ અને પાણી નાખો અને હલાવી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકો ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો અને ચાસણી ને ઉકળવા દયો ચાસણી ઉકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખો સાથે એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો .
  •  ચાસણી થોડી ચિકાસ પડતી લાગે એટલે એમાંતરી રાખેલ બૂંદી એમાં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ રહેવાદયો. બે મિનિટ પછી ફરીથી ઢાંકણ ખોલી બૂંદી ને હલાવી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી બૂંદી ને પાંચ મિનિટ એમજ રહેવા દયો.
  • એક કડાઈમાં તરબૂચ ના બીજ ને થોડા શેકી ને ક્રિસ્પી બનાવી લ્યો. દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ને એમાં શેકી રાખેલ તરબૂચ ના બીજ અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લઈ પાંચ સાત મિનિટએક બાજુ નવશેકા બનાવી લ્યો ત્યાર બાદ એના લાડુ બનાવી લ્યો. આમ બધા લાડવા બનાવીને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ ભગવાન ને ભોગ ધરાવી બધા પ્રસાદી લ્યો બૂંદી ના લાડવા.

bundi na ladoo recipe notes

  • જો બૂંદી ચપટી બનતી હોય તો એમાં થોડો બેસન નાખી મિશ્રણ ને બરોબર કરી લેશો તો બૂંદી ગોળ બનશે.
  • ચાસણી બસ થોડી ચિકાસ પડતી જ બનાવવાની રહે છે વધુ ચાસણી કરશો તો લાડવા કડક થઈ જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો