Go Back
+ servings
આંબલી ની ચટણી - ambli ni chutney - આંબલીની ચટણી બનાવવાની રીત - ambli ni chutney recipe - tamarind chutney recipe in gujarati

આંબલી ની ચટણી | ambli ni chutney | tamarind chutney recipe in gujarati

આંબલી ની ચટણી વગર તો દરેક ચાર્ટ અધૂરી લાગે.આજ આપણે આંબલીની ચટણી બનાવવાની રીત શીખીશું. બજાર માં જ્યારે પણ નાસ્તા કરવા જઈએ , ત્યારે આપણે ત્યાંની આંબલી ની ખાટી મીઠી ચટણી ચોક્કસ થી બે વખત માંગીએ જ કેમ કે એ ચટણી નોસ્વાદ જ ખૂબ સારો લાગતો હોય છે તો આજ આપણે ઘરે બજાર જેવી જ ambli ni chutney recipe - tamarind chutney recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course chutney, ચટણી
Cuisine Indian
Servings 250 ગ્રામ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients
  

આંબલી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 100 ગ્રામ છીણેલો ગોળ
  • 100 ગ્રામ આંબલી બીજ કાઢેલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • ½ ચમચી વરિયાળી પાઉડર
  • 2-3 ચમચી ખાંડ
  • 1-2 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions
 

આંબલી ની ચટણી | ambli ni chutney

  • આંબલીની ચટણી બનાવવા સૌપ્રથમ આંબલી માંથી બીજ કાઢી અલગ કરી લ્યો. સાફ કરેલ આંબલી ને એક કડાઈમાં લ્યો ત્યાર બાદ એમાં બે કપ ગરમ પાણી નાખી દયો અને ગેસ પર મૂકો ગેસ ચાલુ કરી નાખો અને પાંચ  મિનિટ આંબલી નેપાણી સાથે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઢાંકી ને એક બાજુ ઠંડી થવા મૂકો.
  • હવે ઠંડી થયેલ આંબલી ને મિક્સર જારમાં નાખી ને પીસી લતી ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો અને તૈયાર પલ્પ ને એક બાજુ મૂકો. હવે કડાઈ માં તેલ ગરમ કરી લ્યો,
  • તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરો અને હવે ફરીથી આંબલીના પલ્પ ને કડાઈમાં નાખો અને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
  • એમાં છીણેલો ગોળ નાખો અને હલાવી ને મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલેબીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
  • સાત મિનિટ પછી એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર, સૂંઠ પાઉડર, વરિયાળી પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી દસ મિનિટ ચડાવી લ્યો.
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ઠંડી થવા દયો. ચટણી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ચાર્ટ માં મજા લ્યો આંબલીની ચટણી.

ambli ni chutney notes

  • ચટણી ને લાંબો સમય બહાર સાચવી હોય તો તમે લીંબુના ફૂલ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો