Go Back
+ servings
ભરેલા ટિંડા - Bharela tinda - ભરેલા ટિંડા નું શાક બનાવવાની રીત - Bharela tinda nu shaak banavani rit - Bharela tinda recipe in gujarati

ભરેલા ટિંડા નું શાક બનાવવાની રીત | Bharela tinda nu shaak banavani rit

ટિંડા એક પ્રકારની દૂધી જેવું શાક છે જેમાં વિટામિન એ, સી, કેલ્સિયમ, જેવા ગુણોથી ભરપૂરછે અને ઘણી બીમારીમાં ઉપયોગી છે ,જે ગરમી ની સીઝન માં ખૂબ જ સારા હોય છે આમ તો કોઈને ટિંડા ખાવા કોઈને પસંદનથી હોતા પણ આજ આપણે એકદમ નવા ટેસ્ટ સાથે બનાવશું જે બધાને પસંદ આવશે તો ચાલો ભરેલા ટિંડા નું શાક બનાવવાની રીત - Bharela tinda nu shaak banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course shaak
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી
  • 1 મિક્સર

Ingredients
  

ભરેલા ટિંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ ટિંડા
  • 1 મોટી ડુંગળી ઝીણી સુધારેલી
  • 2 મોટા ટમેટા ની પ્યુરી
  • 1 છીણેલું બટાકા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 10-12 મરી
  • 4-5 લવિંગ
  • 1 તજ નો ટુકડો
  • 1 ચમચી વરિયાળી
  • 1 તમાલપત્ર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • 5-6 ચમચી તેલ
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions
 

ભરેલા ટિંડા નું શાક બનાવવાની રીત | Bharela tinda nushaak banavani rit

  • ભરેલા ટિંડા બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના ટિંડા ને ધોઇ સાફ કરી લ્યો અને ચાકુથી કે ચમચી થીથોડી થોડી છાલ ઉતારી લ્યો અને વચ્ચે પ્લસ થાય એમ ચાકુથી કાપા કરી પાણી ભરેલી તપેલીમાં નાખતા જાઓ. આમ બધા જ ટિંડા ને સાફ કરી કટ કરી ને પાણી મા નાખી ને તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, મરી, વરિયાળી, લવિંગ, તજ નો ટુકડો નાખી ધીમા તાપે શેકી લ્યો.મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં મેથી નાખી મિક્સ કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને દરદરા પાઉડર બનાવી મસાલો તૈયાર કરી લ્યો. પીસેલા મસાલા માં લાલ મરચાનોપાઉડર, હળદર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈ માં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધીમાંટિંડા ને પાણી માંથી કાઢી લ્યો અને એમાં તૈયાર કરેલો મસાલો ભરી લ્યો હવે ભરેલા ટિંડાને ચારણીમાં મૂકો અને ચારણી ને કડાઈ માં મૂકેલા કાંઠા પર મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખી ચારણી બહાર કાઢી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ ટિંડા ને તેલ માં નાખી ગોલ્ડન શેકી લ્યો.અને શેકેલ ટિંડા ને કાઢી એક બાજુ મૂકો. ત્યાર બાદએજ ગરમ તેલ માં તમાલપત્ર અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલીડુંગળી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ઝીણાસમારેલા લીલાં મરચા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • એમાંટ મેટા પ્યુરી નાખી મિક્સ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી નેબે ચાર મિનિટ સુંધી ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં છીણેલું બટાકા અને તૈયાર કરેલ મસાલા નાખી મિક્સ કરી લ્યોઅને ચડાવી લ્યો અને તેલ અલગ થાય એટલે એમાં એક થી દોઢ કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • એમાં શેકી રાખેલ ટિંડા નાખી ઢાંકી ને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી અને મજા લ્યો ભરેલા ટિંડા.

Bharela tinda recipe notes

  • ટિંડા નાની સાઇઝ ના લેવા જેથી એમાં બીજ ના હોય જો મોટા હસે તો બીજ હસે જે ખાવા માં મજા નહિ આવે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો