Go Back
+ servings
મસાલા દૂધ બનાવવાની રીત - Masala doodh banavani rit - masala dudh banavani rit - masala doodh recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત | Masala doodh banavani rit | masala doodh recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજે આપણે શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ બનાવવાની રીત - Masala doodh banavani rit શીખીશું. આ દૂધ તમે સવાર, સાંજે કે પછી આવેલ મહેમાન ને સર્વ કરો ને શરીર ને એનર્જી થી ભરી દયો  ને એક વખત તૈયાર કરી ફ્રીઝ માં મૂકોને જ્યારે પણ એનર્જી ઓછી લાગે ત્યારે બનાવી ને પીવો ને મજા લ્યો તો ચાલો Masala doodh recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course Drinks, masala doodh
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 કડાઈ

Ingredients
  

masala doodh ingredients in gujarati

  • 2-3 ચમચી બદામ
  • 2-3 ચમચી અખરોટ
  • 1-2 ચમચી પિસ્તા
  • 2-3 ચમચી કાજુ
  • 3-4 ખજૂર
  • 8-10 કેસરના તાંતણા
  • ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
  • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ

Instructions
 

મસાલા દૂધ |  Masala doodh | masala dudh | masala dudh banavani rit

  • શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ નાખી ને દર્દરા પીસી લઈ એક બાજુ મુકવા ત્યાર બાદ એકાદ બે  કાજુ બદામ  ની કતરણ કરી એક બાજુ મૂકો અને ખજૂરમાંથી ઠડિયા કાઢી ચાકુ થી ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં કે વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ માં ઉભરો આવે એટલે એમાં પીસેલા ડ્રાય ફ્રુટ અને ખાંડ નાખી હલાવતા રહો ને ફરી દૂધ ઉકાળવા લાગે એટલે એમાં ખજૂર ના કટકા નાખો ને પાંચ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી થોડી થોડી વારે હલાવી ને દૂધ ને ધીમા તાપે દસ મિનિટ ઉકળવા દયો
  • દૂધ દસ મિનિટ ઉકળી જય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરો ને ગરમ ગરમ કેસર ના તાંતણા અને ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી સર્વ કરો શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ

masala dudh recipe in gujarati notes | masala doodh recipe in gujarati notes

  • અહી તમે જો ખાંડ ના નાખવા માંગતા હો તો એમાં પલાળેલા અંજીર કે પછી પીસેલા ખજૂર પેસ્ટ કે સૂકી ખજૂર પાઉડર કરી નાખી શકો છો
  • ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો કે કોઈ ડ્રાય ફ્રુટ ની માત્રા વધુ ઓછી કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો