Go Back
+ servings
lili haldar nu shaak - haldar nu shaak - લીલી હળદરનું શાક - લીલી હળદર નુ શાક - lili haldar sabji recipe - હળદર નું શાક - haldi sabji recipe - haldi sabji recipe in gujarati - lili haldar nu shaak banavani recipe

લીલી હળદર નુ શાક | lili haldar nu shaak | લીલી હળદરનું શાક | haldi sabji recipe in gujarati | lili haldar nu shaak banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલી હળદર નુ શાક બનાવવાની રીત - lili haldar nu shaak banavani rit શીખીશું. લીલી હળદર શિયાળા માંસારી મળે છે ને હળદર ની તાસીર થોડી ગરમ હોવા ના કારણે શિયાળામાં ખાવાથી ગરમ નથી લગતી ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળામાં લીલી હળદર ગમે તે રીતે ખાસ સેવન કરવું જોઈએ તો ચાલો લીલી હળદરનું શાક બનાવવાની રીત - lili haldar sabji recipe - haldi sabji recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 20 mins
Total Time 50 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients
  

લીલી હળદરનું શાક બનાવવા જરૂરી સામગ્રી | haldar nu shaak ingredients

  • 250 ગ્રામ લીલી હળદર
  • 150-200 ગ્રામ ઘી
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 8-10 લસણ ની કણી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ લીટર દહી
  • 15-20 કાજુના કટકા
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

lili haldar nu shaak | haldar nu shaak | લીલી હળદરનું શાક | લીલી હળદર નુ શાક | lili haldar sabji recipe | હળદર નું શાક | haldi sabji recipe

  • લીલી હળદર નું શાક બનાવવા સૌપ્રથમ હળદર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ કે ચમચી વડે એને છોલી લ્યો ને ફરીથી હળદર ને પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લઈ હથેળી વચ્ચે મૂકી દબાવી ને હળદર નું પાણી અલગ કરી હળદર અને હળદર નું પાણી એક બાજુ મૂકો 
  • હવે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી લ્યો અને દહી ને જેરી લ્યો ત્યાર બાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ મિડીયમ ગરમ થાય એટલે એમાં છીણેલી હળદર નાખી નેહળદર ને બે ત્રણ મિનિટ ત્યાર બાદ ઝારાથી તરેલી હળદર એક થાળીમાં કાઢી લ્યો
  • ત્યારબાદ એજ ગરમ ઘી માં  રાઈ અને જીરુ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યારબાદ એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો
  • હવે એમાં કાજુના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો પછી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહો અને આઠ દસ મિનિટ ચડાવી લ્યો
  • દસ મિનિટ દહી ને બરોબર ચડાવી લીધા બાદ એમાં તરી રાખેલ હળદર અને હળદર વાળુ પાણી જે અલગ રાખેલહતું એ નાખી મિક્સ કરી હલાવતા રહી દસ બાર મિનિટ ચડાવી લ્યો અને શાક માંથી ઘી અલગ થાય ત્યાં સુંધી ચડવી લ્યો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સર્વ કરો લીલી હળદર નું શાક

haldi sabji recipe in gujarati notes

  • અહી તમે ઘી ની માત્રા ઓછી રાખી ને પણ તૈયાર કરી શકો છો ને જો વધારે ઘી માં બનાવો તો ઉપર આવી અલગ થઈ ગયેલ ઘી ને અલગ વાસણમાં કઢી પરોઠા ના લોટ બાંધવા કે પરોઠા શેકવા વાપરી શકો છો
  • શાકને બરોબર ચડવશો તો કડવા હટ નહિ આવે
  • અહી તમે વઘાર માં લીલા વટાણા પણ બાફી ને નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો