Go Back
+ servings
લીંબુ આથવાની રીત - limbu aathvani rit - limbu aathvani recipe - limbu aathvani rit gujarati ma - limbu aathvani recipe in gujarati

લીંબુ આથવાની રીત | limbu aathvani rit gujarati ma | limbu aathvani recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે લીંબુ આથવાની રીત - limbu aathvani rit શીખીશું. આજ આપણે વઘાર કર્યા વગર કે તડકા માં મૂક્યા વગર ઘર માં મૂકીને લીંબુ નું અથાણું તૈયાર કરીશું જે ગેસ અપચા વગેરે તકલીફ ને દુર કરવા માં મદદ કરશેને તમારા ખાવા ના સ્વાદ માં પણ વધારો કરશે તો ચાલો limbu aathvani rit gujarati ma - limbu aathvani recipe in gujarati  શીખીએ
5 from 1 vote
Prep Time 30 mins
fermentation time 7 d
Total Time 7 d 30 mins
Course aathvani rit, athanu, athanu banavani rit, athanu recipe in gujarati
Cuisine Indian
Servings 15 વ્યક્તિ

Equipment

  • 1 કાંચની બરણી

Ingredients
  

લીંબુ આથવા જરૂરી સામગ્રી

  • 10-12 લીંબુ
  • 4-5 ચમચી મીઠું
  • 2 ચમચી ખાંડ
  • 2 ચમચી હળદર

Instructions
 

limbu aathvani rit | લીંબુ આથવાની રીત | limbu aathvani recipe

  • લીંબુ આથવાની રીત મા સૌપ્રથમ પીડા થયેલ અને બને તો પાતળીછાલ વાળા લીંબુ લ્યો અને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એને કપડા થી લુછી કોરા કરીલ્યો અને ચાકુ થી ચાર થી છ કાપા  કરી એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં મીઠું ખાંડ અને હળદર નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યારબાદ હાથ થી કે ચમચી થી એક એક લીંબુ ના કાપા માં તૈયાર કરેલ મિશ્રણ બરોબર ભરાવી લ્યો આમ બધા લીંબુ ભરી ને તૈયાર કરી લ્યો
  • હવે એક કાચ કે સિરામિક ની સાફ કરી સાવ કોરી કરેલ બરણી લ્યો એમાં ભરી ને તૈયાર કરેલ લીંબુ નાખી પેક કરી લ્યો ને રોજ દિવસ માં બે થી ત્રણ વખત હલાવતા રહો.
  •  આમ પાંચ સાત દિવસ સુંધી હલાવતા રહેવું ત્યાર બાદ ધીરે ધીરે લીંબુ નરમ પડતા જસે ને સાત દિવસ પછી આથેલ લીબું ખાવા માટે તૈયારછે જેને બહાર કે ફ્રીઝ માં મૂકી શકો છો ને મજા લઇ શકો છો આથેલાં લીંબુ

limbu aathvani recipe notes

  • અહી મીઠા, ખાંડ ને હળદરના મિશ્રણ માં આખા મરી અને જીરું નાખવાથી લીંબુ નો સ્વાદ સારો આવશે ને ગેસ જેવું સમસ્યામાં ખુબ ફાયદા કારક થશે
  • આ તૈયાર લીંબુ ને તમે ઘર માં મૂકી ને જ તૈયાર કરી શકો છો એટલે તડકા વગર પણ તૈયાર થઈ જાય છે
  • લીંબુઅને મીઠું પોતે પ્રિસર્વેતિવ હોવાથી એમાં અલગથી કઈ નાખવાની જરૂર નથી પડતી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો