Go Back
+ servings
idli sambar recipe - ઇડલી સંભાર - idli sambar - idli sambar ni recipe - idli sambhar recipe - idli sambar banavani rit - ઇડલી સંભાર બનાવવાની રીત - idli sambar banavani recipe - idli sambar recipe gujarati

ઇડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar banavani recipe | idli sambar recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઇડલી સંભાર અને ચટણી બનાવવાની રીત - idli sambar banavani rit gujarati ma શીખીશું. સાઉથ ઇન્ડિયન  વાનગી બધા ને ખૂબ પસંદ હોય છે ને એમાંથી વધારે પડતી બધી idli sambar ni recipe પસંદ આવે છે. જે સ્વાદિષ્ટઅને હેલ્થી છે તો આજ એક એવી જ વાનગી ઘરે બનાવશું તો ચાલો ઇડલી સંભાર બનાવવાની રીત - idli sambar banavani recipe - idli sambar recipe gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 40 mins
fermentation time 10 hrs
Total Time 11 hrs 10 mins
Course Snack, south indian recipe gujarati, South Indian recipes in Gujarati, South Indian Snacks Recipes in Gujarati
Cuisine South Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઢોકરિયૂ
  • 1 ઈડલી સ્ટેન્ડ

Ingredients
  

idli sambar ingredients | idli sambar recipe ingredients

  • સૌ પ્રથમ જાણીશું ઈડલી બનાવવા માટેની સામગ્રી ત્યારપછી સંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી અને નારિયળની ચટણી બનાવવા માટેની સામગ્રી

ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ અડદ દાળ
  • 1 ½ કપ ઉસ ના ચોખા 
  • ½ ચમચી મેથી દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

સંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી મરી
  • 1 ચમચી મેથી દાણા
  • 2 ચમચી આખા ધાણા
  • 10-15 મીઠા લીમડાના પાન
  • 10-12 કાશ્મીરી લાલ મરચા
  • ¼ કપ લીલું નારિયળ છીણેલું
  • 2-3 લસણની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1-2 નાની સાઉથ ઇન્ડિયન ડુંગળી / ડુંગળી
  • 1-2 લીલા મરચા સુધારેલા

સાંભાર માટે ની સામગ્રી

  • કપ તુવેર દાળ અડધા થી એકાદ કલાક પલાળેલી
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1-2 ડુંગળી સુધારેલ
  • 2-3 ટમેટા સુધારેલ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ગ્લાસ પાણી 2-3 / દોઢ લીટર
  • 1 સરગવાની સીંગ ના કટકા કરેલ
  • કપ કોળુ સુધારેલ
  • કપ પેઠા માટે વપરાતું કોળુ સુધારેલ (ઓપ્શનલ છે)
  • 1 રીંગણ સુધારેલ
  • કપ દૂધી સુધારેલ
  • 3-4 ચમચી ગોળ
  • 5-7 ચમચી આંબલીનો પલ્પ
  • 1 ચમચી તેલ
  • ¼ કપ ભીંડા સુધારેલ

સાંભાર ના બીજા વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ¼ ચમચી ચણા દાળ
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ

નારિયળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલું નારિયળ છીણેલું
  • કપ દાડિયા દાળ
  • 1 લીલા મરચા
  • ½ ચમચી જીરું
  • ચમચી મરી પાઉડર
  • આદુ નો નાનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

નારિયળની ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી ચણાદાળ
  • ½ ચમચી અડદ દાળ
  • 1 ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન

Instructions
 

idli sambar recipe | ઇડલી સંભાર  | idli sambar | idli sambar ni recipe | idli sambhar recipe

  • idli sambar banavani rit batao એવી રીક્વેસ્ટ આવેલ તો આજે સૌપ્રથમ આપણે દાળ ચોખા ચાર પાંચ પલાળી પીસી ને 10-12 કલાક આથો આપશું ત્યાર બાદ સાંભાર માટેનો મસાલો અને દાળબાફી વઘારી લેશું ને છેલ્લે નારિયળ ની ચટણી બનાવી ને મજા લેશું

ઈડલી બનાવાની રીત | idli banavani rit

  • ઈડલી બનાવવા માટે સાફ કરી ને અડદ ની દાળ ને લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અનેએક ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ચાર કલાક પલાળી મુકો અને સાથે બીજા વાસણમાં ઉસ ના ચોખા સાફ કરી લ્યો અને સાથે મેથી દાણા નાખી બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી ચાર કલાક પલાળી મુકો
  • ચાર કલાક પછી દાળ નું પાણી અલગ વાસણમાં કાઢી ને દાળ ને મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને જરૂર લાગે તો દાળ નું પાણી નાખી પીસી લ્યો ને એક મોટા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યારબાદ ચોખા નું પાણી કાઢી ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો દાળ નુંપાણી નાખી પીસી લ્યો ને એને પીસેલી દાળ સાથે નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ 10 -12 કલાક આથો આવવા મૂકો
  • બાર કલાક માં મિશ્રણ માં બરોબર આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો ને ગેસ પ્ર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ઢાંકી ગરમ કરવા મૂકો ને ઈડલી સ્ટેન્ડ કે થાળી ને ઘી કે તેલ થી ગ્રીસ કરી એમાં ઈડલી નું મિશ્રણ નાખી સ્ટેન્ડકે થાળી ને ઢોકરીયા માં મૂકો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને ઠંડી થવા દયો ને ઠંડી થાય એટલે કાઢી લ્યો આમ બધા મિશ્રણ માંથી ઈડલી તૈયાર કરી લ્યો

સંભાર મસાલો બનાવવાની રીત

  • સંભાર મસાલો બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકોતેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી તતડાવી લ્યો.
  • ત્યારબાદ એમાં રાઈ, જીરું,અડદ દાળ, ચણા દાળ,મરી, મેથી દાણા, આખા ધાણા,મીઠા લીમડાના પાન, કાશ્મીરી લાલ મરચા, લીલું નારિયળ છીણેલું,લસણ ની કણી,આદુ નો ટુકડો, સાઉથ ઇન્ડિયન ડુંગળી / ડુંગળી, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો મસાલા શેકાઈ જય એટલે બીજા વાસણમાં કાઢી થોડો ઠંડો કરી લ્યો.
  • ત્યારબાદ મિક્સર જાર માં નાખી સાથે પા કપ પાણી નાખી પીસી ને સ્મુથ પીસી ને મસાલો તૈયાર કરી લ્યો

sambar banavani rit | સાંભાર બાફવાની રીત | gujarati sambar recipe

  • દાળને બાફવા માટે પલાળેલી દાળ નું પાણી નિતારી કૂકરમાં નાખો ત્યાર બાદ એમાં હળદર, એક થી દોઢ ગ્લાસ પાણી અને મીઠુંનાખી ચાર પાંચ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા બરોબર નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને બરોબર મિક્સ કરી લ્યો

સાંભારનો વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી થોડી નરમ થાય એટલે એમાં ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને સાથે હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એમાં દોઢ લીટર જેટલું પાણી નાખી મિક્સકરી લ્યો
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં સરગવા ની સીંગ ના કટકા, કોળુ સુધારેલ, પેઠા માટે વપરાતું કોળુ સુધારેલ(ઓપ્શનલ છે), રીંગણ સુધારેલ, દૂધી સુધારેલ, ગોળ ,આંબલી નો પલ્પઅને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ઉકળવા દયો
  • પાણી ઉકળવા લાગે ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સાંભાર મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બાફી રાખેલ દાળ ને પણ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને 20-25 મિનિટ ધીમા તાપે ચડવાદયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો સાંભાર માં નાખેલ શાક બરોબર ચડી જાય ત્યાં સુંધી બરોબર ઉકાળી ને ચડવી લ્યો
  • હવે બીજી એક કડાઈ માં એક ચમચી તેલ માં ભીંડા ને શેકી ને સાંભાર માં નાખી મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો

સાંભારનો બીજો વઘાર કરવાની રીત

  • વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ, મેથી દાણા, રાઈ , સૂકા લાલ મરચાઅને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી તૈયાર વઘાર સાંભાર માં નાખી ઢાંકી ને પાંચ મિનિટધીમા તાપે ચડવા દયો ને છેલ્લે મીઠું ચેક કરી લ્યો ને જરૂર હોય તો નાખી મિક્સ કરી લ્યોતો તૈયાર છે સાંભાર

નારિયળની ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં છીણેલું લીલું નારિયળ, દાડિયા દાળ, લીલા મરચા, જીરું,મરી પાઉડર, આદુ નો ટુકડો, મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પાણી જરૂર મુજબ નાખી ચટણી પીસી ને તૈયાર કરી લ્યો

નારિયળની ચટણી ના વઘાર ની રીત

  • ગેસ પર એક વઘારિયા માં  તેલ ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાંચણા દાળ, અડદ દાળ, રાઈ,સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન નાખી તતડાવી લ્યો તૈયારવઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે લીલા નારિયળ ની ચટણી

idli sambar recipe notes

  • ઈડલીના મિશ્રણ ને ઉનાળા માં પાંચ સાત કલાક માં આથો આવી જાય છે પણ શિયાળા માં 10-12 કલાક કે એથી વધુ સમય લાગેછે  આથો આપવા કોઈ ગરમ જગ્યાએ મૂકવો જેથી ઝડપથી આથો આવે
  • સાંભારમાં તમે તમારા પસંદ ના શાક નાખી શકો છો ને જોઈ કોઈ શાક ના મળે તો ના નાખો તો પણ ચાલે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો