મિસળ પાવ બનાવવાની રીત | misal pav banavani rit | misal pav in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે મિસળ પાવ બનાવવાની રીત - misal pav banavani rit શીખીશું. આ એક મુંબઈ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત નાસ્તા માં આવે છે, જે એક તીખા શાક ફરસાણ અને પાઉં સાથે સર્વ કરવામાં આવે છે જે ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો misal pav recipe - misal pav in gujarati શીખીએ
મિસળ પાવ | misal pav | recipe of misal pav | misal pav recipe | misalpav recipe
મિસળ પાવ બનાવવા સૌપ્રથમ આપણે મોઠ ને પલાળી ફણગાવી લેશું ત્યાર બાદ એને બાફી ને વઘારી લેશું અને એનો મસાલો અને તરી તૈયાર કરી લેશું ત્યાર બાદ પાઉં ફરસાણ સાથે ગરમ ગરમ સર્વ કરીશું
મિસળ બનાવવાની રીત
મિસળ બનાવવા સૌ પ્રથમ મોઠ ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી દસ બાર કલાક પલળવા મૂકો મોઠ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને ભીના કપડા માં નાખી એર ટાઈટ ડબ્બામાં બંધકરી એક દિવસ માટે મૂકી દયો બીજા દિવસે તમે જોશો તો મોઠ્ ફણગી ગયેલા હસે.
હવે ગેસ પર એક કુકર માં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકો એમાં ફણગાવેલા મોઠ ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી મોઠ માંથી પાણી બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવીલ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો.
ત્યાર બાદ બાફેલી રાખેલ મોઠ નાખો સાથેહળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી ચાર પાંચ મિનિટ ચડાવીલ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો
મિસળ નો મસાલો બનાવવાની રીત
મિસળનો મસાલો બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, આખા ધાણા, તજ નો નાનો ટુકડો, એલચી, મરી,મોટી એલચી, લવિંગ, જાવેત્રી,સ્ટાર ફૂલ, સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શેકાઈજાય એટલે એમાં સફેદ તલ, ખસખસ નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદ એમાં લસણ ની કણી, સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો ને નારિયળ શેકી લીધા બાદ ગેસ બંધ કરી મસાલા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં અડધો કપ પાણી નાખી પીસી મિસળ નો મસાલો તૈયાર કરી લ્યો
તરી બનાવવાની રીત
તરી બનાવવા કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં પીસી રાખેલ મિસળ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે શેકો સાથેએમાં પીસેલા ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને થોડા ચડાવી લ્યો.
હવે એમાં બાફેલા મોઠ નું પાણી અને બીજા એક બે કપ પાણી નાખી નાખી ઊકળવા દયો મિશ્રણ ને દસ પંદર મિનિટ ધીમા તાપે ઉકળવા દયો ને તેલ ઉપર અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે તરી
મિસળ પાવ સર્વ કરવાની રીત
સૌ પ્રથમ પ્લેટ માં નીચે બાફેલા બટાકા હાથ થી મેસ કરી નાખો ઉપર વઘારેલા મોઠ નાખો એના ઉપર તૈયાર કરેલ તરી નાખી દયો અને ફરસાણ, ડુંગળી લીબું ના રસ નાખી પાઉં સાથે સર્વ કરો મિસળ પાઉં
misal pav in gujarati notes
મોઠ ને દસ કલાક બરોબર પલાળી ને ફણગાવશો તો સારી રીતે ફણગાસે અથવા તમે મોઠ ને પલાળી ને પણ બાફી ને પણ તૈયાર કરી શકો છો
અહી તમે બજારમાં તૈયાર મિસળ પાઉં નો મસાલો આવે એને થોડી વાર પાણી માં પલાળી ને પણ તરી બનાવી તૈયાર કરી શકો છો
તમે તરી સાથે મોઠ ને નાખી ને ઉકળી ને પણ મિસળ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો