Go Back
+ servings
મેથી પૂરી બનાવવાની રીત - gujarati methi puri recipe - methi puri in gujarati - methi puri recipe in gujarati - methi ni puri recipe

મેથી પૂરી બનાવવાની રીત | gujarati methi puri recipe | methi puri in gujarati | methi puri recipe in gujarati | methi ni puri recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથી પૂરી બનાવવાની રીત - gujarati methi puri recipe - methi puri in gujarati શીખીશું.  આ પુરી ને તમે સવાર સાંજ ચા સાથે,ચટણી સાથે, શાક કે સૂકી ભાજી સાથે, દહી સાથે ઘરે, ટિફિનમાટે કે પ્રવાસ માટે બનાવી ને મજાલઇ શકો છો અને આ પુરી તમે તરત બનાવી ગરમ ગરમ સોફ્ટ પણ ખાઈ શકો છો ને થોડી કડક તરી બેચાર દિવસ સાચવી પણ શકો છો તો ચાલો methi puri recipe in gujarati - methi ni puri recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course nasta, puri
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

methi puri ingredients in gujarati

  • 1 કપ મેથી ઝીણી સુધારેલી
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ બેસન
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  •  તરવા માટે તેલ

Instructions
 

મેથી પૂરી | gujarati methi puri | methi puri gujarati | methi puri recipe | methi ni puri

  • મેથી પુરી બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને નીતરવામૂકો પાણી નીતરી જાય એટલે ઝીણી ઝીણી સુધારી લ્યો
  • હવે એક વાસણમાં ઘઉં નો લોટ અને બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં જીરું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, સ્વાદમુજબ મીઠું અને બે ત્રણ ચમચી નાખો અને મસ્લા ને લોટ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં ઝીણી સુધારેલી મેથી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધો ને બાંધેલા લોટ માં  એકાદ ચમચી તેલ નાખી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી લ્યો અને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો ને પાટલા વેલણ પર તેલ લગાવી લ્યો અને મિડીયમ વણી લ્યો
  • તેલ ગરમ થાય એટલે વણેલી પુરી ને તરી લ્યો ને બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ કાઢી લ્યો ને બીજી પુરી તરો આમ બધી પુરી વણી ને તરી લ્યો ને મજા લ્યો મેથી પુરી

gujarati methi puri recipe notes

  • અહી મસાલા તમે સફેદ તલ, અજમો પણ નાખી શકો છો
  •  જો તમે લીલું લસણ કે સૂકું લસણ ખાતાહો તો એ પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો