Go Back
+ servings
gujarati fafda - fafda recipe – fafda - fafda banavani rit - fafda gathiya - gujarati fafda recipe – ફાફડા - fafda gujarati - fafda recipe gujarati - gujrati fafda - ફાફડા બનાવવાની રેસીપી - fafda gathiya recipe - fafda gathiya banavani rit - fafda banavani recipe

ફાફડા બનાવવાની રેસીપી | gujarati fafda recipe | fafda gathiya banavani rit | fafda recipe gujarati | fafda gathiya recipe | fafda banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફાફડા અને પપૈયા નું અથાણું બનાવવાનીરીત - gujarati fafda recipe - fafda gathiya શીખીશું. ફાફડા સાથે જલેબી, પપૈયાનું અથાણું / સંભારો કે કઢી સર્વ થતી હોય છે જે દરેક ગુજરાતીની મનપસંદ નાસ્તો હોય છે ને ખાસ દશેરા ના ખવાય છે પણ આજ કલ તો દરેક ઘર માં અઠવાડિયેએક વખત તો ફાફડા જલેબી આવતા હોય છે તો ચાલો આજે આપણે ઘરે gujarati fafda recipe - ફાફડા બનાવવાની રેસીપી - fafda gathiyarecipe - fafda gathiya banavani rit શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati nasto, nasta
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો

Ingredients
  

ingredients of gujrati fafda | fafda ingredients | fafda recipe ingredients

  • 2 કપ બેસન
  • 1 ચમચી પાપડ ખાર
  • 1 ચમચી હિંગ
  • 6 ચમચી પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી અજમો ચમચી
  • 4 ચમચી તેલ
  • તરવા માટે તેલ

ફાફડા ઉપર છાંટવા નો મસાલો

  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી મરી પાઉડર

પપૈયા નું અથાણું / સંભારો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કાચું પપૈયું નાનું
  • 1-2 ચમચી તેલ
  • 1 રાઈ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions
 

ફાફડા | gujarati fafda | fafda recipe | fafda | fafda gathiya | fafda gujarati | gujrati fafda | phaphda | gujarati phaphra | phapada recipe

  • સૌપ્રથમ આપણે ફાફડા નો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ ફાફડા બનવતા શીખીશું

ફાફડાનો મસાલો બનાવવાની રીત | fafda no masalo banavani rit

  • એક વાટકામાં હિંગ, સંચળ અને મરીપાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફાફડા નો મસાલો

ફાફડા બનાવવાની રીત | fafda banavani recipe

  • ફાફડા બનાવવા સૌપ્રથમ એક વાટકામાં ચાર ચમચી પાણી લ્યો એમાં હિંગ અને ખારો પાપડ નાખી હલાવીને મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો ત્યાર બાદ એક વાસણમાં બેસન નો લોટ ચાળી લ્યો એમાંસ્વાદ મુજબ મીઠું અને ને ચમચી તેલ નાખી ને હાથ થી મસળી ને મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં હાથ થી મસળી ને અજમો નાખો ને સાથે હિંગ વાળુ પાણી નાખી ને મિક્સ કરી લ્યોત્યાર બાદ જરૂર મુજબ ચમચી ચમચી પાણી નાખી મિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અનેત્યાર બાદ એમાં બે ચમચી તેલ નાખી ને મસળી મસળી ને થોડો નરમ અને ચીકણો બને ત્યાં સુધી પાંચ સાત મિનિટ મસળી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી અને નાનો લુવો થાય એ સાઇઝ નો લોટ લ્યો એને લંબગોળ આકાર આપો ને પાટલા પર મૂકો ને હથેળી ના નીચેના ભાગનો વચ્ચે નો ભાગ થી દબાવી ને હળવેથી આગળ આગળ લેતા જાઓ ને પાતળી પટ્ટી બનાવીલ્યો ને ચાકુ કે છરી થી ઉપરથી નીચે જવા દઈ પાટલા થી અલગ કરી લ્યો
  • ફાફડાને ચાકુથી કાઢી લીધા બાદ  ગરમ તેલ માં નાખી ને આમ બીજા લંબગોળ બનાવી હથેળી વડે ખેચી પાતળી પટ્ટી કરી લ્યો ને અને પણ ચાકુથી કાઢી ગરમ તેલ માં નાખતાજાઓ ને એક બાજુ તરી લીધા બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ચડાવી લ્યો બને બાજુ ચડી જાય એટલે કાઢી લ્યો ને બીજા ફાફડા ખેચી ને બનાવો ને ચાકુથી કાઢી તેલ માં નાખી તરી લ્યો આમ બધા ફાફડા તરી ને તૈયાર કરી લ્યો અને એના ઉપર ફાફડા નો મસાલો છાંટી દયો

પપૈયાનું અથાણું / સંભારો બનાવવાની રીત

  • પપૈયાનો સંભારો  બનાવવા સૌપ્રથમ પપૈયા ને છોલી નેસાફ કરી લ્યો ત્યાર બાદ ચાર સરખા ભાગ કરી અંદર થી પણ સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઇ લ્યોઅને છીણી વડે છીણી લ્યો અને લીલા મરચા ને સુધારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યોત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને છીણેલું પપૈયું નાખી મિક્સ કરી ફૂલ તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી સર્વ કરો પપૈયા નું અથાણું/ સંભારો
  • તૈયાર ફાફડા, જલેબી  ને સંભારો સર્વ કરો

phapada recipe notes

  • અહી ખારો પાપડ નાખેલ છે જો તમને ના જ મળે તો જ એની જગ્યાએ બેકિંગ સોડા નાખી શકો છો જો બેકિંગસોડા નાખો તો બે ચપટી જ નાખવો નહિતર ફાફડા લાલ બની જસે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો