Go Back
+ servings
raab recipe - bajra ni raab - rab banavani rit - રાબ બનાવવાની રીત - bajra raab - gujarati raab - bajra raab recipe - gujarati raab recipe - raab recipe gujarati - બાજરી ની રાબ

રાબ બનાવવાની રીત | raab recipe | bajra ni raab | rab banavani rit | bajra raab

જય શ્રી કૃષ્ણ આજ આપણે બાજરી ની રાબ બનાવવાની રીત - bajra ni raab recipe gujarati ma બનાવતા શીખીશું, બાજરો ગરમ તાસીર નો હોય છે એટલે શિયાળામાં એનું સેવન કરવું શરીર માં ગરમાટો આપે છે અને શરીર ને ગરમ રાખવામાં મદદ કરે છે એટલેશિયાળા માં સવાર કે રાત્રે ગરમ ગરમ રાબ પીવા આવતી હોય છે ને શિયાળા માં થતા શર્દી ઉધરસમાં પણ ખૂબ ફાયદા કારક હોય છે તો ચાલો gujarati raab recipe - bajra raab recipe- rab banavani rit શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 19 mins
Total Time 29 mins
Course Drinks, raab recipe
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

bajra ni raab recipe ingredients

  • ½ કપ બાજરાનો લોટ
  • 1 કપ છીણેલો ગોળ
  • 2-3 કપ પાણી
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 3-4 ચમચી ઘી

Instructions
 

gujarati raab | bajra raab recipe | gujarati raab recipe | raab recipe gujarati | બાજરી ની રાબ

  • બાજરા ની રાબ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખો મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો ને પાણી મા ઉભરો આવે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ બાજરા નો લોટનાખી મિડીયમ તાપે હલાવતા રહી લોટ ને શેકો લોટ નો રંગ બદલવા લાગે એટલે એમાં સૂંઠ પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો
  • હવે શેકેલ લોટ માં ગરણી થી ગાળી ને ગોળ વાળુ પાણી થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરી લ્યો ને ધ્યાન રહે ગાંઠા ના પડે રાબ ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો અને એક બે વખત ઉભરો આવેત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો બાજરા ની રાબ

raab recipe notes

  • અહી તમે બાજરા ના લોટ સાથે પીસેલો ગુંદ ની એક ચમચી નાખી શકો છો સાથે શેકેલ ડ્રાય ફ્રુટની કતરણ છાંટી સર્વ કરો
  • ગોળની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • રાબને  મિડીયમ ઘટ્ટ બનાવી શકો  અથવા થોડી પાતળી પણ બનાવી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો