Go Back
+ servings
મગ દાળ નો હલવો - મગ દાળ નો હલવો બનાવવાની રીત - mag ni dal no halvo - mag ni dal no halvo banavani rit - mag ni dal no halvo recipe in gujarati

મગ દાળ નો હલવો બનાવવાની રીત | mag ni dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મગ દાળ નો હલવો બનાવવાની રીત - mag ni dal no halvo banavani rit શીખીશું. મગ દાળ નો હલવો દરેક ને પસંદ હોય છે પણ એને બનાવવા ખૂબ મહેનત પડતી હોય બનાવવામાંઆળસ આવતી હોય છે પણ આજ આપણે થોડી ઓછી મહેનતે દાળ ને પલાળ્યા વગર હલવો બનાવવાની રીતશીખીશું તો ચાલો mag nidal no halvo recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course gujarati moong dal recipe, halwa in gujarati, mag ni dal recipe, magdal recipe, magdal recipe in gujarati, moong dal recipe gujarati, moong recipe gujarati, sweet recipe in gujarati, હલવા, હલવો બનાવવાની રીત
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

મગ દાળ નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ છોતરા વગર ની મગ દાળ
  • 1 ¼ કપ ખાંડ
  • 250 ગ્રામ મોરો માવો છીણેલો
  • ¾ કપ ઘી
  • 3 કપ ફૂલક્રીમ ગરમ દૂધ
  • ¼ કપ કાજુ, બદામ, પિસ્તા ના કટકા
  • ½ ચમચી એલચી પાઉડર
  • 20-22 કેસરના તાંતણા

Instructions
 

મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo recipe

  • મગ દાળ નો હલવો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલી અને કપડાથી લૂછી નેછોતરા વગરની મગ દાળ લ્યો ત્યાર બાદ કડાઈ માં ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી દાળને શેકી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી કરકરી પીસી લ્યો ( જો હલવો સ્મૂથ બનાવી હોય તો ઝીણી પીસી લેવી)
  • હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી એમાં પા કપ જેટલું ગરમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દયો અને એક વાટકા માં ગરમ દૂધ માં કેસર ના તાંતણા નાખી પલળવા મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં દૂધ માં પલાળેલી દાળ ને હાથથી મસળી ને નાખો ને હલાવતા રહો ને શેકો અને દસ મિનિટ સુંધી હલાવતા રહો ને ઘી અલગ થાયઅને દાળ નો રંગ લાલ રંગ થાય  ત્યાં સુધી શેકો દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો
  • હવે ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરી ફરી ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ મિક્સ કરી ફરી બે મિનિટ ચડાવી લ્યો ને ઘી અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • હવે હલવો ફરી સાવ નરમ થઇ જસે ત્યાર બાદ હલાવતા રહી ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ છીણેલો માવો નાખી ને મિક્સ કરી બીજી દસ પંદર મિનિટ હલાવતા રહી શેકી લ્યો  ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો નેબે મિનિટ ચડાવી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મગ દાળ નો હલવો

mag ni dal no halvo recipe in gujarati notes

  • દૂધ ની જગ્યાએ તમે પાણી પણ વાપરી શકો છો
  • માવાને અલગ થી શેકી ને પણ નાખી શકો છો અથવા માવા ને સ્કીપ પણ કરી શકો છો અથવા કન્ડ્સ મિલ્ક પણ નાખી શકો છો
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો