HomeDessert & Drinksમગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag...

મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે મગ દાળ નો હલવો બનાવવાની રીત – mag ni dal no halvo banavani rit શીખીશું. Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe , મગ દાળ નો હલવો દરેક ને પસંદ હોય છે પણ એને બનાવવા ખૂબ મહેનત પડતી હોય બનાવવામાં આળસ આવતી હોય છે પણ આજ આપણે થોડી ઓછી મહેનતે દાળ ને પલાળ્યા વગર હલવો બનાવવાની રીત શીખીશું તો ચાલો mag ni dal no halvo recipe in gujarati.

મગ દાળ નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • છોતરા વગર ની મગ દાળ 1 કપ
  • ખાંડ 1 ¼ કપ
  • મોરો માવો છીણેલો 250 ગ્રામ
  • ઘી ¾ કપ
  • ફૂલ ક્રીમ ગરમ દૂધ 3 કપ
  • કાજુ, બદામ, પિસ્તા ના કટકા ¼ કપ
  • એલચી પાઉડર ½ ચમચી કેસરના તાંતણા 20-22

મગ દાળ નો હલવો બનાવવાની રીત

મગ દાળ નો હલવો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલી અને કપડાથી લૂછી ને છોતરા વગરની મગ દાળ લ્યો ત્યાર બાદ કડાઈ માં ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી દાળ ને શેકી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી કરકરી પીસી લ્યો ( જો હલવો સ્મૂથ બનાવી હોય તો ઝીણી પીસી લેવી)

હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી એમાં પા કપ જેટલું ગરમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દયો અને એક વાટકા માં ગરમ દૂધ માં કેસર ના તાંતણા નાખી પલળવા મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં દૂધ માં પલાળેલી દાળ ને હાથ થી મસળી ને નાખો ને હલાવતા રહો ને શેકો અને દસ મિનિટ સુંધી હલાવતા રહો ને ઘી અલગ થાય અને દાળ નો રંગ લાલ રંગ થાય  ત્યાં સુધી શેકો દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો

હવે ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરી ફરી ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ મિક્સ કરી ફરી બે મિનિટ ચડાવી લ્યો ને ઘી અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો

હવે હલવો ફરી સાવ નરમ થઇ જસે ત્યાર બાદ હલાવતા રહી ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ છીણેલો માવો નાખી ને મિક્સ કરી બીજી દસ પંદર મિનિટ હલાવતા રહી શેકી લ્યો  ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મગ દાળ નો હલવો

mag ni dal no halvo recipe in gujarati notes

  • દૂધ ની જગ્યાએ તમે પાણી પણ વાપરી શકો છો
  • માવા ને અલગ થી શેકી ને પણ નાખી શકો છો અથવા માવા ને સ્કીપ પણ કરી શકો છો અથવા કન્ડ્સ મિલ્ક પણ નાખી શકો છો
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો

mag ni dal no halvo banavani rit | Recipe Video

Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

mag ni dal no halvo recipe in gujarati

મગ દાળ નો હલવો - મગ દાળ નો હલવો બનાવવાની રીત - mag ni dal no halvo - mag ni dal no halvo banavani rit - mag ni dal no halvo recipe in gujarati

મગ દાળ નો હલવો બનાવવાની રીત | mag ni dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મગ દાળ નો હલવો બનાવવાની રીત – mag ni dal no halvo banavani rit શીખીશું. મગ દાળ નો હલવો દરેક ને પસંદ હોય છે પણ એને બનાવવા ખૂબ મહેનત પડતી હોય બનાવવામાંઆળસ આવતી હોય છે પણ આજ આપણે થોડી ઓછી મહેનતે દાળ ને પલાળ્યા વગર હલવો બનાવવાની રીતશીખીશું તો ચાલો mag nidal no halvo recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course gujarati moong dal recipe, halwa in gujarati, mag ni dal recipe, magdal recipe, magdal recipe in gujarati, moong dal recipe gujarati, moong recipe gujarati, sweet recipe in gujarati, હલવા, હલવો બનાવવાની રીત
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

મગ દાળ નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ છોતરા વગર ની મગ દાળ
  • 1 ¼ કપ ખાંડ
  • 250 ગ્રામ મોરો માવો છીણેલો
  • ¾ કપ ઘી
  • 3 કપ ફૂલક્રીમ ગરમ દૂધ
  • ¼ કપ કાજુ, બદામ, પિસ્તા ના કટકા
  • ½ ચમચી એલચી પાઉડર
  • 20-22 કેસરના તાંતણા

Instructions
 

મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo recipe

  • મગ દાળ નો હલવો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલી અને કપડાથી લૂછી નેછોતરા વગરની મગ દાળ લ્યો ત્યાર બાદ કડાઈ માં ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી દાળને શેકી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી કરકરી પીસી લ્યો ( જો હલવો સ્મૂથ બનાવી હોય તો ઝીણી પીસી લેવી)
  • હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી એમાં પા કપ જેટલું ગરમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દયો અને એક વાટકા માં ગરમ દૂધ માં કેસર ના તાંતણા નાખી પલળવા મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં દૂધ માં પલાળેલી દાળ ને હાથથી મસળી ને નાખો ને હલાવતા રહો ને શેકો અને દસ મિનિટ સુંધી હલાવતા રહો ને ઘી અલગ થાયઅને દાળ નો રંગ લાલ રંગ થાય  ત્યાં સુધી શેકો દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો
  • હવે ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરી ફરી ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ મિક્સ કરી ફરી બે મિનિટ ચડાવી લ્યો ને ઘી અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • હવે હલવો ફરી સાવ નરમ થઇ જસે ત્યાર બાદ હલાવતા રહી ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ છીણેલો માવો નાખી ને મિક્સ કરી બીજી દસ પંદર મિનિટ હલાવતા રહી શેકી લ્યો  ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો નેબે મિનિટ ચડાવી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મગ દાળ નો હલવો

mag ni dal no halvo recipe in gujarati notes

  • દૂધ ની જગ્યાએ તમે પાણી પણ વાપરી શકો છો
  • માવાને અલગ થી શેકી ને પણ નાખી શકો છો અથવા માવા ને સ્કીપ પણ કરી શકો છો અથવા કન્ડ્સ મિલ્ક પણ નાખી શકો છો
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | dudhi halwa recipe in gujarati

ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati

રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular