Go Back
+ servings
પાલક પનીર પરોઠા - Palak paneer parotha - Palak paneer paratha recipe - પાલક પનીર પરોઠા બનાવવાની રીત - Palak paneer parotha banavani rit - Palak paneer paratha recipe in Gujarati

પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit | Palak paneer paratha recipe in Gujarati

જય શ્રી કૃષ્ણ આજે આપણે પાલક પનીર પરોઠા બનાવવાની રીત - Palak paneer parotha banavani rit શીખીશું, આપણે પરોઠા ઘણી પ્રકારના બનાવીએ છીએ ને પાલક પનીર નું પંજાબીશાક પણ ઘણી વખત બનાવતા હોઈએ પણ ક્યારે પાલક પનીર પરોઠા બનાવ્યા છે તો ચાલો આજ કઈક નવુંટ્રાય કરીએ અને સવાર ના કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય એવું Palak paneer paratha recipe in Gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 10 mins
Total Time 1 hr
Course nasta, paratha banavani rit, paratha recipe
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કથરોટ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

પરોઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ પાલક
  • 2 કપ ઘઉંનોલોટ
  • 2-3 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ

પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ પનીર
  • 1 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

પાલક પનીર પરોઠા | Palak paneer parotha | Palak paneer paratha recipe

  • સૌપ્રથમ આપણે પરોઠા બનાવવા માટેની રીત શીખીશું ત્યારબાદ પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું

પરોઠા બનાવવા માટેની રીત

  • સૌ પ્રથમ પાલક સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી લ્યો હવે ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો બે મિનિટ પછી ગરમપાણી માંથી પાલક કાઢી ઠંડા પાણી માં પાંચ મિનિટ રાખો ત્યાર બાદ ઠંડા પાણી માંથી પાણી નિતારી મિક્સર જારમાં નાખી  પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી નાખી ને મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને લોટ બાંધી લીધા બાદ એના પર એક ચમચી ઘી લગાવી ને ઢાંકી ને રાખી દયો

પરોઠાનું સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં પનીર ને છીણી વડે છીણી લ્યો પનીર ને છીણી લીધા બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર,અજમો મસળી ને નાખો સાથે કસુરી મેથી મસળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો

પાલક પનીર પરોઠા બનાવવાની રીત

  • બાંધે લાલોટ ને ફરીથી મસળી લ્યો એમાંથી લુવો બનાવો ને લુવા માંથી વાટકા જેવો આકાર આપી એમાંતૈયાર કરેલ પૂરણ ભરો ને ફરીથી બરોબર પેક કરી લ્યો અને બને હથેળી વચ્ચે દબાવી ફેલાવી લ્યો ને કોરા લોટ સાથે લઈ હળવા હાથે વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ને શેકી લ્યો ને શેકેલ પરોઠા ને ઉતારી બીજો પરોઠા ના લોટમાં સ્ટફિંગ ભરી ને વણી ને શેકો આમ એક એક પરોઠા ને વણી ને શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી, અથાણાં કે દહી સાથે સર્વ કરો પાલક પનીર પરોઠા

Palak paneer paratha recipe notes

  • અહી તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદા નો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે
  • અહી તમે સ્ટફિંગ માં લસણની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો