HomeNastaપાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit

પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit

જય શ્રી કૃષ્ણ આજે આપણે પાલક પનીર પરોઠા બનાવવાની રીત – Palak paneer parotha banavani rit શીખીશું, Please subscribe Shyam Rasoi YouTube channel If you like the recipe , આપણે પરોઠા ઘણી પ્રકારના બનાવીએ છીએ ને પાલક પનીર નું પંજાબી શાક પણ ઘણી વખત બનાવતા હોઈએ પણ ક્યારે પાલક પનીર પરોઠા બનાવ્યા છે તો ચાલો આજ કઈક નવું ટ્રાય કરીએ અને સવાર ના કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય એવું Palak paneer paratha recipe in Gujarati શીખીએ.

પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • પાલક 200 ગ્રામ
  • ઘઉંનો લોટ 2 કપ
  • ઘી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણા સમારેલા લીલાં મરચા 1
  • પનીર 250 ગ્રામ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

પાલક પનીર પરોઠા બનાવવાની રીત

સૌપ્રથમ આપણે પરોઠા બનાવવા માટેની રીત શીખીશું ત્યારબાદ પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું

પરોઠા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ પાલક સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી લ્યો હવે ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો બે મિનિટ પછી ગરમ પાણી માંથી પાલક કાઢી ઠંડા પાણી માં પાંચ મિનિટ રાખો ત્યાર બાદ ઠંડા પાણી માંથી પાણી નિતારી મિક્સર જારમાં નાખી  પીસી ને પેસ્ટ બનાવી લ્યો

હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી નાખી ને મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને લોટ બાંધી લીધા બાદ એના પર એક ચમચી ઘી લગાવી ને ઢાંકી ને રાખી દયો

પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત

એક વાસણમાં પનીર ને છીણી વડે છીણી લ્યો પનીર ને છીણી લીધા બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર, અજમો મસળી ને નાખો સાથે કસુરી મેથી મસળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો

પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit

બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો એમાંથી લુવો બનાવો ને લુવા માંથી વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર કરેલ પૂરણ ભરો ને ફરીથી બરોબર પેક કરી લ્યો અને બને હથેળી વચ્ચે દબાવી ફેલાવી લ્યો ને કોરા લોટ સાથે લઈ હળવા હાથે વણી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ને શેકી લ્યો ને શેકેલ પરોઠા ને ઉતારી બીજો પરોઠા ના લોટમાં સ્ટફિંગ ભરી ને વણી ને શેકો આમ એક એક પરોઠા ને વણી ને શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી, અથાણાં કે દહી સાથે સર્વ કરો પાલક પનીર પરોઠા

Palak paneer paratha recipe notes

  • અહી તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદા નો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે
  • અહી તમે સ્ટફિંગ માં લસણની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી પણ નાખી શકો છો

Palak paneer parotha banavani rit | Recipe Video

Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Palak paneer paratha recipe in Gujarati

પાલક પનીર પરોઠા - Palak paneer parotha - Palak paneer paratha recipe - પાલક પનીર પરોઠા બનાવવાની રીત - Palak paneer parotha banavani rit - Palak paneer paratha recipe in Gujarati

પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit | Palak paneer paratha recipe in Gujarati

જય શ્રી કૃષ્ણ આજે આપણે પાલક પનીર પરોઠા બનાવવાની રીત – Palak paneer parotha banavani rit શીખીશું, આપણે પરોઠા ઘણી પ્રકારના બનાવીએ છીએ ને પાલક પનીર નું પંજાબીશાક પણ ઘણી વખત બનાવતા હોઈએ પણ ક્યારે પાલક પનીર પરોઠા બનાવ્યા છે તો ચાલો આજ કઈક નવુંટ્રાય કરીએ અને સવાર ના કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય એવું Palak paneer paratha recipe in Gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 10 mins
Total Time 1 hr
Course nasta, paratha banavani rit, paratha recipe
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કથરોટ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

પરોઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ પાલક
  • 2 કપ ઘઉંનોલોટ
  • 2-3 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ

પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ પનીર
  • 1 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

પાલક પનીર પરોઠા | Palak paneer parotha | Palak paneer paratha recipe

  • સૌપ્રથમ આપણે પરોઠા બનાવવા માટેની રીત શીખીશું ત્યારબાદ પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું

પરોઠા બનાવવા માટેની રીત

  • સૌ પ્રથમ પાલક સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી લ્યો હવે ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો બે મિનિટ પછી ગરમપાણી માંથી પાલક કાઢી ઠંડા પાણી માં પાંચ મિનિટ રાખો ત્યાર બાદ ઠંડા પાણી માંથી પાણી નિતારી મિક્સર જારમાં નાખી  પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી નાખી ને મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને લોટ બાંધી લીધા બાદ એના પર એક ચમચી ઘી લગાવી ને ઢાંકી ને રાખી દયો

પરોઠાનું સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં પનીર ને છીણી વડે છીણી લ્યો પનીર ને છીણી લીધા બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર,અજમો મસળી ને નાખો સાથે કસુરી મેથી મસળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો

પાલક પનીર પરોઠા બનાવવાની રીત

  • બાંધે લાલોટ ને ફરીથી મસળી લ્યો એમાંથી લુવો બનાવો ને લુવા માંથી વાટકા જેવો આકાર આપી એમાંતૈયાર કરેલ પૂરણ ભરો ને ફરીથી બરોબર પેક કરી લ્યો અને બને હથેળી વચ્ચે દબાવી ફેલાવી લ્યો ને કોરા લોટ સાથે લઈ હળવા હાથે વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ને શેકી લ્યો ને શેકેલ પરોઠા ને ઉતારી બીજો પરોઠા ના લોટમાં સ્ટફિંગ ભરી ને વણી ને શેકો આમ એક એક પરોઠા ને વણી ને શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી, અથાણાં કે દહી સાથે સર્વ કરો પાલક પનીર પરોઠા

Palak paneer paratha recipe notes

  • અહી તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદા નો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે
  • અહી તમે સ્ટફિંગ માં લસણની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

છોલે ભટુરે બનાવવાની રીત | chhole bhature banavani rit

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit | aalu paratha recipe

વઘારેલો રોટલો | vagharelo rotlo | vagharelo rotlo recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular