દૂધી ના મુઠીયા બનાવવા સૌપ્રથમ દૂધી લ્યો અને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ વડે છોલી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને જો કાચી દૂધી હોય તો આખી છીણી લેવું અને જો બીજ વાળી દૂધી હોય તો વચ્ચેનો ભાગ ને છીણવો નહિ
હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સાફકરેલ સોજી નાખો ત્યાર બાદ છીણેલી દૂધી, મસળી ને અજમો,હળદર, આદુ લસણ ને મરચાની પેસ્ટ, દહીં, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો,ખાંડ, લીલા ધાણા સુધારેલા, બેકિંગ સોડા, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી પાંચ સાત મિનિટ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબર મસળી લ્યોને જરૂર લાગે તો પાણી ની એક બે ચમચી નાખો ને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી તૈયાર કરો અને હાથ પર તેલ લગાવી બાંધેલા લોટ ને ફરી મસળી લાંબા લાંબા લંબગોળ બનાવી ને ચારણી માં મૂકો ને ચારણી ને કડાઈ માં મુકેલ કાંઠા પર મૂકી ઢાંકીને વીસ મિનિટ સુંધી બાફી લ્યો
વીસ મિનિટ પછી ચારણી ભર કાઢી મુઠીયા ને થોડા ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુથી ગોળ ગોળ કાપી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ, મીઠા લીમડા ના પાંદડા અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી એમાં કટકા કરેલ મુઠીયાનાખી મિક્સ કરી લ્યો બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચટણી સોસ સાથે સર્વ કરો દૂધી ના મુઠીયા