Go Back
+ servings
sabudana vada recipe - sabudana vada recipe in gujarati - sabudana vada banavani rit - સાબુદાણા ના વડા બનાવવાની રીત - sabudana na vada banavani rit - farali sabudana vada recipesabudana vada recipe - sabudana vada recipe in gujarati - sabudana vada banavani rit - સાબુદાણા ના વડા બનાવવાની રીત - sabudana na vada banavani rit - farali sabudana vada recipe

સાબુદાણા ના વડા |sabudana vada recipe | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit | sabudana na vada banavani rit | farali sabudana vada recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાબુદાણા ના વડા બનાવવાની રીત - sabudana vada banavani rit સાથે ફરાળી ચટણી બનાવવાની રીત શીખીશું, આ ફરાળી વડા વ્રત ઉપવાસમાં માં તો ખાઈશકાય છે સાથે વ્રત ઉપવાસ વગર પણ ખાઈ શકો છો સાબુદાણા માં સ્ટાર્ચ નું પ્રમાણ સારી માત્રાહોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય છે તો ચાલો sabudana vada recipe in gujarati - farali sabudana na vada સાથે ફરાળી ચટણી બનાવવાની રીત શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Resting time 2 hrs
Total Time 2 hrs 40 mins
Course farali recipe, farali recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

sabudana vada ingredients

  • 1 કપ સાબુદાણા
  • 3-4 બાફેલા બટાકા
  • 3-4 લીલા મરચા ઝીણા સુધારેલા
  • ½ કપ શેકેલ સીંગદાણા નો પાઉડર
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 8-10 મીઠા લીમડાના પાન સુધારેલ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ સીંગ દાણા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ કપ દહી
  • ½ ચમચી ખાંડ
  • ¼ કપ પાણી

Instructions
 

sabudana vada recipe | sabudana vada | sabudana na vada | સાબુદાણા ના વડા | farali sabudana vada recipe

  • સાબુદાણા વડા બનાવવા સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે નેઉપર અડધું ટેરવું ઉપર પાણી નાખી બે ત્રણ કલાક પલળવા મૂકો સાબુદાણા ને ત્રણ કલાક પલાળીલીધા બાદ ચારણી માં નાખી વધારા નું પાણી નીતરવા મૂકો અને વઘરિયા માં એક ચમચી તેલ ગરમકરો તેલ ગરમ થાય એટલે જીરું નાખી તતડાવી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે કુકર મા બટેકા ને બાફી લ્યો ત્યાર બાદ બાફેલા બટાકા ને છોલી મેસર વડે બરોબર મેસ કરી લ્યો બટાકા બરોબર મેસ થઈ જાય એટલે એમાં લીલા મરચા ઝીણા સુધારેલા, શેકેલ સીંગદાણા નો પાઉડર,આદુ પેસ્ટ, પીસેલી ખાંડ, લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ, મીઠા લીમડાના પાન સુધારેલ, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર, વઘારેલા જીરું અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખો
  • હવે એમાં નીતરવા મુકેલ સાબુદાણા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને હાથ પર તેલ લગાવી એના મનગમતા આકાર ના વડા બનાવી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે તરી લ્યો,
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડિયમ ગરમ થાય એટલે એમાં તૈયાર વડા નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલકા હલાવી ફેરવી લ્યો ને બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા વડા ને તરી ને તૈયાર કરો ને ચટણી સાથે સર્વ કરો સાબુદાણા વડા
  • અથવા સાબુદાણા માંથી ગોળ ગોલા બનાવી લ્યો ને ફ્રીઝ માં મૂકી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે ફ્રીઝ ને s એને અપ્પમ પાત્રમાંમૂકી ઉપર પા ચમચી તેલ નાખી એમાં તૈયાર કરેલ વડા મૂકી ઢાંકી ને ધીમા તાપે એક બાજુ શેકીલ્યો ત્યાર બાદ ઉથલાવી ને ફરી ઢાંકી ને શેકો આમ બધી બાજુ ફેરવી ને ગોલ્ડન શેકી લ્યોને તો તૈયાર છે સાબુદાણા વડા

ફરાળી ચટણી બનાવવાની રીત

  • ફરાળી ચટણી બનાવવા મિક્સર જારમાં સીંગદાણા, લીલા મરચા સુધારેલા, ફરાળી મીઠું સ્વાદ મુજબ,આદુ નો ટુકડો, દહી, ખાંડઅને પાણી નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

sabudana vada recipe notes

  • વડાનું મિશ્રણ તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો ને જ્યારે વડા ખાવા હોય ત્યારે ફ્રીઝ માંથીકાઢી તરી કે શેકી ને તૈયાર કરી શકો છો
  • જો વડા તૂટી જતાં હોય તો ફરાળી લોટ ને સ્લરી બનાવી એમાં બોળી ને પણ તરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો