Go Back
+ servings
dahi vada banavani rit - dahi vada recipe gujarati - dahi vada ni recipe - દહીં વડા બનાવવાની રીત - દહી વડા બનાવવાની રીત - dahi vada banavani recipe

દહીં વડા બનાવવાની રીત | dahi vada banavani rit | dahi vada recipe gujarati | dahi vada ni recipe | દહી વડા બનાવવાની રીત | dahi vada banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે દહીં વડા બનાવવાની રીત - dahi vada banavani rit - dahi vada recipe gujarati શીખીશું,  દહીં વડા ને ઘણા લોકો દહીં ભલ્લા પણકહેવાય છે, જ્યારે પરિવાર કે મહેમાન સાથે ચટપટું ને સોફ્ટ અનેઠંડુ ઠન્ડુ ખાવાની ઈચ્છા થાય અથવા સવારે બનાવી ને રાખી રાત્રિ ના મહેમાનો ને પરિવારસાથે મજા લઇ શકાય એવી વાનગી પહેલેથી તૈયાર કરી પરિવાર સાથે બેસી ને તમે આખો દિવસ મજાલઈ શકો છો તો ચાલો દહી વડા બનાવવાની રીત - dahi vada ni recipe - dahi vada banavani recipe.
No ratings yet
Course gujarati nasto, nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

dahi vada recipe ingredients

  • 1 કપ અડદ દાળ
  • ¼ કપ ફોતરા વગરની મગ દાળ
  • 2-3 ચમચી  કીસમીસ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ સુધારેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 લીટર પાણી
  • ½ લીટર ગરમ પાણી
  • તરવા માટે તેલ
  • 500 એમ. એલ. દહીં
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • લીલી ચટણી
  • આંબલીની ચટણી
  • તીખી ચટણી
  • મરી પાઉડર
  • શેકેલ જીરું પાઉડર

Instructions
 

dahi vada banavani rit | dahi vada recipe gujarati | dahi vada ni recipe | દહી વડા બનાવવાની રીત

  • દહીં વડા બનાવવા સૌપ્રથમ અડદ દાળ અને ફોતરા વગર ની મગ દાળ સાફ કરી એક વાસણમાં લ્યો ત્યારબાદ બે ત્રણ પાણીથી ઘસી ને ધોઇ લ્યો દાળ બરોબર ધોઇ લીધા બાદ ને ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી મૂકો દાળ બરોબર પલાળી લીધા બાદ દાળ માંથી પાણી નિતારી લ્યો ને મિક્સર જારમાં નાખી એક બે ચમચી પાણી નાખી પીસી લ્યો
  • હવે પીસેલા દાળ ને પાંચ સાત મિનિટ ફેટી લ્યો ને હવે એમાં કીસમીસ, લીલા મરચા સુધારેલા,આદુ સુધારેલ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખોફરીથી બે ચાર મિનિટ મિશ્રણ ને બરોબર ફેટી લ્યો  હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણીમાં સ્વાદ મુજબ મીઠું અને હિંગ નાંખી મિક્સ કરી એક બાજુ મૂકો અને ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
  • તેલ મિડીયમ ગરમ કરી લ્યો ત્યાર બાદ પાણી વારા હાથ કરી વડા ના મિશ્રણ ને તેલ માં નાખતા જાઓ એક વખત ના વડા નાખી દીધા બાદ એના પર એક ચમચી પાણી છાંટી લ્યો ત્યાર બાદ વડા ને ઝારાથી ઉથલાવી લ્યો ને ફરી એક ચમચી પાણી છાંટી લ્યો ને બને બાજુ વડા ને ગોલ્ડન થવા લાગે એટલે ઝારા થી કાઢી લ્યો
  • બે મિનિટ પછી પાછા વડા ને તેલ માં નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા વડા તરીને તૈયાર કરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો બે ચાર મિનિટ એમજ રહેવા દયો ને મીઠા હિંગના પાણી માં બીજું ગરમ પાણી નાખી નવશેકું કરી લ્યો ત્યાર બાદ તરી રાખેલ વડા એમાં નાખી દયો ને અડધા થી એક કલાક પલાડી મૂકો
  • હવે એક વાસણમાં દહીં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો નેફ્રીઝ માં મૂકી દયો જ્યારે વડા સર્વ કરો ત્યારે કાઢવુ હવે અડધા કલાક પછી વડા નું પાણી હથેળી વડે દબાવી ને કાઢી લ્યો
  • હવે એક પ્લેટ માં વડા મૂકો એના પર તૈયાર કરેલ દહી નાખો સાથે લીલી ચટણી, આંબલી ની ચટણી , લાલ ચટણી અને શેકેલ જીરું અને મરી પાઉડર છાંટી ને ઠંડા ઠંડા સર્વ કરો દહીં વડા

dahi vada recipe in gujarati notes

  • આ વડા બનાવી ને તમે રાખી દયો ને જમવા ના એકાદ કલાક પહેલા નવશેકા પાણી માં નાખી પલાળી ને મજા લઇ શકો છો
  • તમે એમજ તરેલા વડા ને ચટણી સાથે ખાઈ શકો છો
  • જો વડાનું મિશ્રણ નરમ થઈ ગયું હોય તો બેસન અથવા પૌવા પીસી ને પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો