Go Back
+ servings
નમકીન સેવ બનાવવાની રીત - Namkin sev banavani rit - Namkin sev recipe in gujarati - નમકીન સેવ - Namkin sev - Namkin sev recipe

નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit | Namkin sev recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે નમકીન સેવ બનાવવાની રીત - Namkin sev banavani rit શીખીશું, આ નમકીન સેવ તમે મમરા સાથે , શાક માં કે ચા સાથે મજાલઈ શકો છો અને એક વખત તૈયાર કરી લીધા બાદ પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો એ વાત છેકે એટલો સમય સુંધી ઘર માં રહેશે નહિ કેમ એટલી ટેસ્ટી ને ક્રિસ્પી લાગે છે કે બનતા નીસાથે જ ખવાઈ જાય છે તો ચાલો Namkin sev recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Resting time 20 mins
Total Time 1 hr
Course farsan, farsan banavani rit, farsan recipe in gujarati, gujarati farsan, nasto banavani rit, ફરસાણ બનાવવાની રીત, ફરસાણ-નાસ્તો
Cuisine gujarati cuisine
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 સેવ મશીન
  • 1 કડાઈ

Ingredients
  

નમકીન સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • 4- 4 ¼ કપ બેસન
  • 1 કપ તેલ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ પાણી
  • તરવા માટે તેલ

Instructions
 

નમકીન સેવ | Namkin sev | Namkin sev recipe

  • નમકીન સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં માં તેલ  અને પાણી નાખી  પાંચ થી સાત મિનિટ બરોબર મિક્સ કરીલ્યો ને મિશ્રણ નો રંગ સફેદ થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહો.
  • મિશ્રણ બરોબર મિક્સ થાય જાય એટલે એમાં હથેળી વચ્ચે મસળી ને અજમો, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં એક એક કપ કરી ચાળી રાખેલ બેસન નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ મિડીયમ નરમ લોટ થાય એટલો લોટ મિક્સ કરી લ્યો.
  • એક વાટકીમાં આશરે ચાર થી સાડા ચાર કપ લોટ જોઈએ લોટ ને બરોબર મિક્સ કરશો ત્યારે લોટ હાથ માં ચોંટે પણ વાંધો નહિ લોટ મિક્સ થઈ ગયા બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
  • વીસ મિનિટ પછી હાથ માં એકાદ ચમચી તેલ લઇ લોટ ને ફરીથી બરોબર મસળી લેશો એટલે બાંધેલો સોફ્ટ લોટ તૈયાર થઈ જશે હવે સેવ મશીન માં જે સાઇઝ ની સેવ કરવી છે કાણા વાળી પ્લેટ મૂકો નેતેલથી ગ્રીસ કરી ને એમાં તૈયાર લોટ નાખી બંધ કરી લ્યો જો મશીન ના હોય તો ઝારા પર અથવા છીણી પર તેલ લગાવી ને પણ સેવ બનાવી શકો છો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જેમાં સેવ બનાવવાની હોય એમાં થી ગરમ તેલ માં સેવ પાડી લ્યો ને એક બે મિનિટ પછી બીજા ઝારા થી ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય અથવા તેલ માં થતાં ફુગ્ગા ઓછા થઈ જાય ત્યાં સુંધી તરી લ્યો.
  •  ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો ને બીજી સેવ પાડી ને તરી લ્યો બધી સેવ ને બિલકુલ ઠંડી કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે મન થાય ત્યારે મજા લ્યો નમકીન સેવ .

Namkin sev recipe in gujarati notes

  • અહી સેવ ના લોટ માં તમે બે ચપટી હિંગ, જો લસણ ખાતા હો તો એની પેસ્ટ કે તમારી પસંદ ના બીજા મસાલા પણ નાખી શકો છો.
  • સેવનો લોટ ના ઘણો કઠણ ના સાવ ઢીલો રાખવો કેમ કે કઠણ લોટ ની સેવ કડક બનશે અને ઢીલા લોટની સેવ તેલ ઘણું પીસે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો