જય શ્રી કૃષ્ણ આજ આપણે નમકીન સેવ બનાવવાની રીત – Namkin sev banavani rit શીખીશું, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe , આ નમકીન સેવ તમે મમરા સાથે , શાક માં કે ચા સાથે મજા લઈ શકો છો અને એક વખત તૈયાર કરી લીધા બાદ પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો એ વાત છે કે એટલો સમય સુંધી ઘર માં રહેશે નહિ કેમ એટલી ટેસ્ટી ને ક્રિસ્પી લાગે છે કે બનતા ની સાથે જ ખવાઈ જાય છે તો ચાલો Namkin sev recipe in gujarati શીખીએ.
નમકીન સેવ બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 4- 4 ¼ કપ
- તેલ 1 કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- અજમો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
- તરવા માટે તેલ
નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit
નમકીન સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં માં તેલ અને પાણી નાખી પાંચ થી સાત મિનિટ બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ નો રંગ સફેદ થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહો.
મિશ્રણ બરોબર મિક્સ થાય જાય એટલે એમાં હથેળી વચ્ચે મસળી ને અજમો, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં એક એક કપ કરી ચાળી રાખેલ બેસન નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ મિડીયમ નરમ લોટ થાય એટલો લોટ મિક્સ કરી લ્યો,
એક વાટકીમાં આશરે ચાર થી સાડા ચાર કપ લોટ જોઈએ લોટ ને બરોબર મિક્સ કરશો ત્યારે લોટ હાથ માં ચોંટે પણ વાંધો નહિ લોટ મિક્સ થઈ ગયા બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
વીસ મિનિટ પછી હાથ માં એકાદ ચમચી તેલ લઇ લોટ ને ફરીથી બરોબર મસળી લેશો એટલે બાંધેલો સોફ્ટ લોટ તૈયાર થઈ જશે હવે સેવ મશીન માં જે સાઇઝ ની સેવ કરવી છે કાણા વાળી પ્લેટ મૂકો ને તેલથી ગ્રીસ કરી ને એમાં તૈયાર લોટ નાખી બંધ કરી લ્યો જો મશીન ના હોય તો ઝારા પર અથવા છીણી પર તેલ લગાવી ને પણ સેવ બનાવી શકો છો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જેમાં સેવ બનાવવાની હોય એમાં થી ગરમ તેલ માં સેવ પાડી લ્યો ને એક બે મિનિટ પછી બીજા ઝારા થી ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય અથવા તેલ માં થતાં ફુગ્ગા ઓછા થઈ જાય ત્યાં સુંધી તરી લ્યો.
ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો ને બીજી સેવ પાડી ને તરી લ્યો બધી સેવ ને બિલકુલ ઠંડી કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે મન થાય ત્યારે મજા લ્યો નમકીન સેવ .
Namkin sev recipe in gujarati notess
અહી સેવ ના લોટ માં તમે બે ચપટી હિંગ, જો લસણ ખાતા હો તો એની પેસ્ટ કે તમારી પસંદ ના બીજા મસાલા પણ નાખી શકો છો.
સેવ નો લોટ ના ઘણો કઠણ ના સાવ ઢીલો રાખવો કેમ કે કઠણ લોટ ની સેવ કડક બનશે અને ઢીલા લોટ ની સેવ તેલ ઘણું પીસે.
Namkin sev banavani rit | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
નમકીન સેવ બનાવવાની રેસીપી | Namkin sev recipe in gujarati
નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit | Namkin sev recipe in gujarati
Equipment
- 1 સેવ મશીન
- 1 કડાઈ
Ingredients
નમકીન સેવ બનાવવા જરૂરી સામગ્રી
- 4- 4 ¼ કપ બેસન
- 1 કપ તેલ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી અજમો
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
- તરવા માટે તેલ
Instructions
નમકીન સેવ | Namkin sev | Namkin sev recipe
- નમકીન સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં માં તેલ અને પાણી નાખી પાંચ થી સાત મિનિટ બરોબર મિક્સ કરીલ્યો ને મિશ્રણ નો રંગ સફેદ થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહો.
- મિશ્રણ બરોબર મિક્સ થાય જાય એટલે એમાં હથેળી વચ્ચે મસળી ને અજમો, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં એક એક કપ કરી ચાળી રાખેલ બેસન નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ મિડીયમ નરમ લોટ થાય એટલો લોટ મિક્સ કરી લ્યો.
- એક વાટકીમાં આશરે ચાર થી સાડા ચાર કપ લોટ જોઈએ લોટ ને બરોબર મિક્સ કરશો ત્યારે લોટ હાથ માં ચોંટે પણ વાંધો નહિ લોટ મિક્સ થઈ ગયા બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
- વીસ મિનિટ પછી હાથ માં એકાદ ચમચી તેલ લઇ લોટ ને ફરીથી બરોબર મસળી લેશો એટલે બાંધેલો સોફ્ટ લોટ તૈયાર થઈ જશે હવે સેવ મશીન માં જે સાઇઝ ની સેવ કરવી છે કાણા વાળી પ્લેટ મૂકો નેતેલથી ગ્રીસ કરી ને એમાં તૈયાર લોટ નાખી બંધ કરી લ્યો જો મશીન ના હોય તો ઝારા પર અથવા છીણી પર તેલ લગાવી ને પણ સેવ બનાવી શકો છો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જેમાં સેવ બનાવવાની હોય એમાં થી ગરમ તેલ માં સેવ પાડી લ્યો ને એક બે મિનિટ પછી બીજા ઝારા થી ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય અથવા તેલ માં થતાં ફુગ્ગા ઓછા થઈ જાય ત્યાં સુંધી તરી લ્યો.
- ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો ને બીજી સેવ પાડી ને તરી લ્યો બધી સેવ ને બિલકુલ ઠંડી કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે મન થાય ત્યારે મજા લ્યો નમકીન સેવ .
Namkin sev recipe in gujarati notes
- અહી સેવ ના લોટ માં તમે બે ચપટી હિંગ, જો લસણ ખાતા હો તો એની પેસ્ટ કે તમારી પસંદ ના બીજા મસાલા પણ નાખી શકો છો.
- સેવનો લોટ ના ઘણો કઠણ ના સાવ ઢીલો રાખવો કેમ કે કઠણ લોટ ની સેવ કડક બનશે અને ઢીલા લોટની સેવ તેલ ઘણું પીસે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બ્રેડ પોકેટ પીઝા બનાવવાની રીત | bread pocket pizza banavani rit
ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati
બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla gujarati | besan na pudla banavani rit
સુરતી લોચો | surti locho | locho recipe | surti locho recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.