Go Back
+ servings
કાચી કેરી ની ચટણી બનાવવાની રીત - kachi keri ni chatni banavani rit - kachi keri ni chutney gujarati - kachi keri chutney recipe in gujarati

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit | kachi keri ni chutney gujarati | kachi keri chutney recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજે આપણે કાચી કેરી ની ચટણી  બનાવવાની રીત - kachi keri ni chatni banavani rit શીખીશું. નાની નાની કાચી કેરી બજાર માં આવતી થઈ ગઈ છે, કેરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી ગયું ને? કેરીતો એમજ મીઠા અને લાલ મરચાનો પાઉડર સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે પણ જો એ કેરી સાથેરસોડા ની બીજી બે ત્રણ સામગ્રી નાખી ને કોઈ ચટણી તૈયાર કરવામાં આવે તો એનો સ્વાદ જઅલગ થઈ જાય છે તો ચાલો kachi keri ni chutney gujarati - kachi keri chutney recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Total Time 20 mins
Course nasta
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

કાચી કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 કાચી કેરીસુધારેલ
  • 1 સુધારેલ ડુંગળી
  • 1-2 લસણની કણી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1-2 લીલા લાલ મરચા સુધારેલ (ઓપ્શનલછે હોય તો નાખવા )
  • 1-2 સૂકા લાલ મરચા એકાદ કલાક પાણીમાં પલળેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી શેકેલ સૂકા આખા ધાણા
  • 1 ચમચી શેકેલ જીરું
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit | kachi keri ni chutney gujarati | kachi keri chutney recipe in gujarati

  • કાચી કેરી ની ચટણી બનાવવા સૌપ્રથમ કાચી કેરી લ્યો જો મોટી હોય તો એક અને જો નાની નાની હોયતો બે લેવી હવે કેરી ને ધોઇ ને સાફ કરી લઈ કપડા થી લુછી કોરી કરી ચાકુથી નાની નાનીસુધારી લ્યો સાથે ડુંગળી ને પણ સુધારી લ્યો અને મરચા પણ સુધારી ને તૈયાર કરી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને નિતારી લેવા
  • હવે મિક્સર જારમાં સુધારેલ કેરી ના કટકા, સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલ, લીલા લાલ મરચા સુધારેલ, પલાળી રાખેલ સૂકા લાલ મરચા પાણીનિતારી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા, ખાંડ, શેકેલ જીરું, આખા ધાણા, મીઠું સ્વાદમુજબ નાખી મિક્સર જાર બંધ કરી બધી સામગ્રી ને પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ફેરવી ને  દરદરી પીસી લ્યો તો તૈયાર છે કાચીકેરી ની ચટણી

kachi keri nichutney gujarati notes

  • અહીં તમે ખાટી મીઠી ચટણી બનાવવા માટે ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • તીખાશ પણ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો
  • જો તમને સ્મુથ ચટણી ભાવતી હોય તો તમે વધારે પીસી ને સ્મુથ પીસી લેવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો