Go Back
+ servings
સત્તુ નું શરબત બનાવવાની રીત - sattu sharbat banavani rit - sattu sharbat recipe in gujarati - સતુ નું શરબત બનાવવાની રીત

સત્તુ નું શરબત બનાવવાની રીત | sattu sharbat banavani rit | sattu sharbat recipe in gujarati | સતુ નું શરબત બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે સત્તું નો શરબત બનાવવાની રીત - sattu sharbat banavani rit શીખીશું. આ શરબત બે પ્રકારનો બને છે એક સત્તું નો મીઠો શરબત અને બીજો સત્તું નો ખારો(નમકીન) શરબત, આજ આપણે બને પ્રકારના શરબત બનાવવાની રીતશીખીશું જે પીવામાં એકદમ ટેસ્ટી ને તરોતાજા કરશે અને ગરમી માં પેટમાં ખુબજ ઠંડક આપશે.તો ચાલો સતુ નો શરબત બનાવવાની રીત - sattu sharbat recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course Drinks, drinks recipe in gujarati, sharbat banavani rit, sharbat recipe, શરબત બનાવવાની રીત
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

સત્તુ નું શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ શેકેલ ચણા દાળ / દાડિયા દાળ
  • 15-20 બદામ
  • ½ કપ પૌવા

સત્તુંનો મીઠો શરબત બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી ખાંડ
  • 1 ચપટી એલચી પાઉડર

સત્તું નો ફુદીના વાળો શરબત બનાવવા માટેની સામગ્રી

  • 10-15 ફુદીનાના પાંદડા
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી મીઠું / સ્વાદ મુજબ
  • ¼ ચમચી શેકેલ જીરું પાઉડર

Instructions
 

સત્તુ નું શરબત | sattu sharbat | sattu sharbat recipe | સતુ નું શરબત

  • સત્તું નો શરબત બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાડિયા દાળ ને નાખો ને એને ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં બદામ ને ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ને એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો
  • ત્યારબાદ એજ કડાઈમાં પૌવા નાખી એને પણ ધીમા તાપે ને ત્રણ મિનિટ શેકી લ્યો ને એને પણ બીજા વાસણમાં કાઢી નાખવા ને ઠંડા થવા દયો બધી સામગ્રી સાવ જ ઠંડી થાય ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર કરી લ્યો ને ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો ને ડબ્બા માં ભરીલ્યો યો તૈયાર છે સત્તું નો શરબત નો પાઉડર

સત્તું નો મીઠો શરબત બનાવવાની રીત

  • એક ગ્લાસમાં બે થી ત્રણ ચમચી સત્તું પાઉડર નાખો ને ચાર પાંચ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં ગાંઠા ન રહે હવે એમાં પીસેલી ખાંડ / ગોળ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડુ પાણી મિક્સ કરી લ્યો ને મજા લ્યો સત્તું નો મીઠો શરબત.

સત્તું નો ફુદીના વાળો શરબત બનાવવાની રીત

  • એક ગ્લાસમાં બે થી ત્રણ ચમચી સત્તું પાઉડર નાખો ને ચાર પાંચ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં ગાંઠા ન રહે હવે એમાં લીંબુનો રસ, મીઠું, શેકેલ જીરુંપાઉડર અને ફુદીના ના પાંદડા તોડી ને નાખો સાથે એમાં જરૂર મુજબ ઠંડુ પાણી નાખી બરોબરમિક્સ કરી લ્યો તો તૈયાર છે સત્તું નો ફુદીના વાળો શરબત.

sattu sharbat recipe in gujarati notes

  • સત્તું નો શરબત નો પાઉડર એક વખત તૈયાર કરી ડબ્બા માં ભરી લ્યો ને ફ્રીઝ માં કે બહાર મૂકી ને જ્યારે પણ થોડી ભૂખ જેવું કે નબળાઈ લાગે ત્યારે પાણી માં મિક્સ કરી તૈયાર કરી પી શકો છો
  • અહી તમે ખારા શરબત માં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો