ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ બે ત્રણ ચમચી ગરમ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકી રાખો ત્યાર બાદ કાળી દ્રાક્ષ સાફ કરી પાણી માં ધોઇ ને દાડી થી અલગ કરી કટકા કરી એક વાટકામાં મૂકો,
ત્યારબાદ સ્ટ્રોબેરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ કાઢી નાખી ચાર કે છ કટકા કરી એક વાટકામાં મૂકો, પાકા આંબા નેઅડધો કલાક પાણી માં પલાળી ત્યાર બાદ છોલી ને કટકા કરી એક વાટકા માં મૂકો.
હવે રાસબરી ને ધોઇ સાફ કરી લ્યો ને એને પણ સુધારી લ્યો , સંતરા ને છોલી સાફ કરી એના બીજ અને છાલ કાઢી નાખી એક વાટકા માં મૂકો,
દાડમ ને છોલી એના દાણા કાઢી વાટકામાં મૂકો અને સફરજન ને ધોઇ એની છાલ ઉતારી અથવા છાલ સાથે એના પણ કટકા કરી લ્યો અને એના પરબે ચાર ટીપાં લીંબુ નો રસ નાખી દયો જેથી સફરજન કાળુ ના પડેઅને કેળા ને છોલી કેળા નાપા કપ નાના અને બાકી ના મોટા કટકા કરવા.
હવે મિક્સર જાર માં પાકેલા કેળા ના કટકા નાખો સાથે ઠંડુ દૂધ નાખી ને પીસી ને સ્મુથ બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અને મધ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં કાળી દ્રાક્ષ સુધારેલ,સ્ટ્રોબેરી સુધારેલ, પાકા આંબા સુધારેલ,રાસબરી સુધારેલ, સંતરા ની પીસ, દાડમ ના દાણા, સફરજન અને કેળા ના કટકા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં બદામ ની કતરણ, કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફ્રુટ સલાડ. તૈયાર ફ્રુટ સલાડ નેસર્વિંગ બાઉલ નાખો ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ અને દાડમના દાણા થી ગાર્નિશ કરી મજા લ્યો ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ.