કાચી કેરી ની રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit | Raw mango rasam Recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે કાચી કેરી ની રસમ બનાવવાની રીત - Kachi keri no rasam banavani rit શીખીશું. રસમ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખાટી, મીઠી લાગે છેઅને સાંભાર જેમ વડા, ભાત વગેરે સાથે ખાઈ શકાય છે, ને રસમ અલગ અલગ સામગ્રી માંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટીલાગે છે તો ચાલો Raw mango rasam Recipe in gujarati શીખીએ.
કાચી કેરી ની રસમ | Kachi keri no rasam | Raw mango rasam Recipe in gujarati
કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને સાફ કરી લ્યો અને એના કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કેરી ના કટકા નાખી કેરી ને પાંચ સાત મિનિટ બાફી લ્યો અને કેરી બફાઈ જાય એટલે કરી ને મેસ કરી ગાળી લ્યો કેરીનું પાણી તૈયાર છે.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ, મીઠા લીમડાના પાન અને લીલામરચા સુધારેલા નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો હવે એમાં હળદર નાખો મિક્સ કરીલ્યો ત્યાર બાદ કેરી પાણી અને બાફેલી તુવેર દાળ નાખી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એમાં રસમ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી મિક્સ કરીઢાંકી ને ઉકળવા દયો રસમ ને ઢાંકી ને દસ બર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરીનાખો તો તૈયાર છે કાચી કેરી ની રસમ જેને આપણે બીજો વઘાર કરી સર્વ કરીશું.
હવે એક વઘારિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયારકરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને રસમ ઉપર નાખી દયો તો તૈયાર છે કાચી કેરી ની રસમ.
Raw mango rasam Recipe in gujarati notes
રસમમાં દાળ નું પ્રમાણ ઓછું હોય છે ને સાંભાર જેમ ઘટ્ટ નથી બનતી પણ પાણી જેમ પાતળી હોય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો