Go Back
+ servings
ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત - ચુરમાના લાડુ ની રેસીપી - ચુરમાના લાડુ બનાવવાની રીત - ચુરમાના લાડુ બનાવવાની રેસીપી - churma na ladoo banavani recipe - churma na ladoo banavani rit - churma na ladoo recipe in gujarati - recipe for churma na ladoo - ચુરમા લાડુ

ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત | ચુરમાના લાડુ ની રેસીપી | ચુરમાના લાડુ બનાવવાની રીત | ચુરમાના લાડુ બનાવવાની રેસીપી | churma na ladoo banavani recipe | churma na ladoo banavani rit | churma na ladoo recipe in gujarati | recipe for churma na ladoo | ચુરમા લાડુ

શ્રી ગણેશાય નમઃ  જય શ્રી કૃષ્ણ આજ આપણે ગણપતિ દાદાના લાડવા ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત - gor churma na ladoo banavani rit શીખીશું. આ લાડવા દરેક ગુજરાતી ના ઘરમાં બનાવવામાં આવતા જ હોય છેઘર ના નાના મોટા દરેક પ્રસંગ માં બનતા ચુરમાના લાડુ ની રેસીપી - ચુરમાના લાડુ બનાવવાની રેસીપી recipe for churma na ladoo recipein gujarati - churma na ladoo banavani recipe શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati ladoo banavani rit, gujarati mithai recipe, ladoo banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

ગોળ ચુરમાના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો કરકરો લોટ
  • ½ ચમચી એલચી પાઉડર
  • ¼ ચમચી જાયફળ પાઉડર
  • ¼ કપ છીણેલો ગોળ ¼ કપ
  • 3-4 ચમચી કાજુની કતરણ
  • 3-4 ચમચી બદામની કતરણ
  • 8-10 કીસમીસ
  • 2-3 ચમચી ખસખસ
  • ¼ કપ પિગડેલું ઘી અથવા જરૂરમુજબ
  • નવશેકું પાણી / દૂધ જરૂર મુજબ

Instructions
 

ચુરમાના લાડુ ની રેસીપી| churma na ladoo banavani recipe | ગોળ ચુરમાના લાડુ બનાવવાની રીત | ચુરમાના લાડુ બનાવવાની રીત

  • ચુરમાં લાડુ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ત્રણથી ચાર ચમચી પીગડેલું ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં નવશેકું દૂધ થોડું થોડું નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ચાર થી પાંચ ભાગ કરી ને મુઠીયા બનાવી લ્યો
  • ગેસપર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તરી લ્યો
  • મુઠીયા તરી લીધા બાદ ઠંડા થાય ત્યાર બાદ એના કટકા કરી મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને ચારણીથી ચાળી લ્યો ને બચેલ મોટા ટુકડા ફરી પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકો અને એમાં છીણેલો ગોળ નાખી ગોળ ઓગળેત્યાં સુંધી હલાવી ને ગોળ ને ઓગળી લ્યો
  • એક વાસણમાં ઘઉના મિશ્રણ માં એલચી નો પાઉડર, જાયફળ નો પાઉડર, કાજુની કતરણ, બદામની કતરણ, કીસમીસ નાખો એના પર પીગડાવેલ ગોળ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો
  • મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો અને એન લાડવા બનાવી લ્યો તૈયાર લાડવાને ખસખસ માં ફેરવી લ્યો તો તૈયાર છે ચુરમાં લાડુ
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો