Go Back
+ servings
જામુન સીરપ બનાવવાની રીત - jamun syrup banavani rit - jamun syrup recipe in gujarati

જામુન સીરપ બનાવવાની રીત | jamun syrup banavani rit | jamun syrup recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે જામુન સીરપ બનાવવાની રીત - jamun syrup banavani rit શીખીશું. ઉનાળો આવતાં જ બજારમાંમસ્ત કાળા જાંબુ આવવા લાગે છે જે સ્વાદ માં જેટલા સારા લાગે છે, સ્વાસ્થ્ય માટે પણ એટલાજ ઉપયોગી હોય છે ને ઘણી બીમારી માં એનાફડ અને એના બીજ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ આ જાંબુ ઉનાળા માં સીઝન પૂરતા જ મળેછે તો એની મજા લાંબો સમય સુંધી લેવા આજ આપણે એમાંથી સીરપ બનાવી ને તૈયાર કરી મહિનાઓ સુંધી એમાંથી શરબત અને સોડા શરબત બનાવી ને મજા લઇ શકીએ એ માટે ચાલો jamun syrup recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course Drinks, drinks recipe in gujarati
Cuisine Indian
Servings 10 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

જામુન સીરપ બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 કપ જાંબુનો પલ્પ
  • ½ કપ ખાંડ
  • 2 કપ પાણી
  • 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી સંચળ

Instructions
 

જામુન સીરપ | jamun syrup | jamun syrup recipe

  • જામુન સીરપ બનાવવા સૌ પ્રથમ પાકા જાંબુ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદએના ઠડિયા કાઢી ને પલ્પ અલગ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈ માં જાંબુનો પલ્પ અને પાણીનાખી ને દસ થી પંદર મિનિટ મેસ કરી ને ચડાવી લ્યો.
  • પંદર મિનિટ પછી જાંબુ બરોબર ચડી ને ગરી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી હલાવતા રહી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ને મિશ્રણ ઉકળવા લાગે ત્યાં સુંધી ચડાવી લેવું ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુ નો રસ અને પા ચમચી થી ઓછી માત્રા માં મીઠું નાખી બરોબર મિક્સ કરીલ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ બિલકુલ ઠંડુ થાય ત્યાર બાદ મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો પીસેલા મિશ્રણ ને ગરણીથી ગાળી લ્યો ને બોટલ માં ભરી લ્યો યો તૈયાર છે જામુંન સીરપ.

જામુન શરબત બનાવવાની રીત

  • એક ગ્લાસમાં તૈયાર કરેલ જામુંન સીરપ ની બે ત્રણ ચમચી નાખો સાથે બે ત્રણ ચપટી સંચળ નાખો ત્યારબાદ ઠંડુ ચીલ પાણી અથવા સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઉપરથી બરફ ના કટકા અને ફુદીનાના પાંદડા નાખી મજા લ્યો જામુંન શરબત અથવા જામુંન સોડા શરબત.

jamun syrup recipe in gujarati notes

  • જાંબુ હમેશા પાકા લેવા અને વાપરતી વખતે હમેશા ચેક કરી લેવા કોઈ ખરાબ તો નથી.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • ફ્રીઝમાં તૈયાર કરેલ સીરપ ની મજા મહિનાઓ સુંધી લઈ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો