Go Back
+ servings
puran poli recipe - puran poli recipe gujarati - puran puri banavani rit - gujarati puran poli - puran poli in gujarati - gujarati puran poli recipe - પુરણ પુરી બનાવવાની રીત - puran puri banavani recipe - puran poli recipe in gujarati - પુરણપોળી બનાવવાની રીત - puran poli banavani rit

પુરણ પુરી | puran poli recipe | puran poli recipe gujarati | puran puri banavani rit | gujarati puran poli | puran poli in gujarati | gujarati puran poli recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે how to make puran poli recipe in gujarati - પુરણ પુરી બનાવવાની રીત - puran puri banavani rit શીખીશું. પુરણપોળી મહારાષ્ટ્રઅને ગુજરાત બને જગ્યાએ બનાવતી મીઠાઈ છે પણ મહારાષ્ટ્ર માં એ ચણા દાળ માંથી બનતી હોય છે ને ગુજરાત માં એ તુવેર દાળમાંથી બનાવવામાં આવતી હોય છે બને નો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બનાવવી ખૂબ સરળછે તો ચાલો puran puri banavani recipe શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Resting time 19 mins
Total Time 1 hr 19 mins
Course puran poli recipe
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

gujarati puran poli recipe ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ ચણા દાળ
  • 1 કપ છીણેલો ગોળ
  • ¼ + ¼ ચમચી હળદર
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચપટી જાયફળ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

પુરણ પુરી બનાવવાની રીત | puran puri banavani recipe | puran poli recipe in gujarati | પુરણપોળી બનાવવાની રીત | puran poli banavani rit

  • પુરણ પુરી બનાવવા સૌપ્રથમ આપણે ચણા દડ ને બાફી લેશું ત્યાર બાદ ચણા દડને ગોળ સાથે મિક્સ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી પુરાણ તૈયાર કરી પુરણ ને ઠંડુથવા દેશું અને ઘઉંનો લોટ માં મીઠું ને ઘી/ તેલ નાખી લોટ બાંધી તૈયાર કરીશું એને ત્યારબાદ લોટ માં પુરાણ નું સ્ટફિંગ ભરી ને શેકી ને પુરણપોળી તૈયાર કરીશું

પુરણ બનાવવાની રીત

  • પુરણ બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી પલાળી ને એકાદ કલાક પલાળી લ્યો અથવા સમય ના હોય તો ધોઇ ને સાફ કરેલ ચણા દાળ ને કુકર માં નાખો સાથે એમાં પા ચમચી હળદર, ઘી એક ચમચી અને અઢી કપ થી ત્રણકપ પાણી નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકો.
  • હવે ફૂલ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ  ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે બીજીબે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો ને બધી હવા નીકળી જાય ત્યાર પછી કુકર ખોલી ચણા દાળ ને થોડી ઠંડી થવા દયો.
  • ચણા દાળ ઠંડી થાય ત્યાર બાદ ચણા દાળ ને મિક્સર જારમાં નાખો સાથે છીણેલો ગોળ નાખી ને પીસીને સ્મુથ પીસી લ્યો ત્યાર બાદ પીસેલી દાળ ગોળ નું મિશ્રણ કડાઈમાં નાખી દયો ને ગેસ પર કડાઈ મૂકી હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
  •  ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને જાયફળપાઉડર નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ઘટ્ટ થઈ ને કડાઈ મુકવા લાગે એટલે મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો તો પુરણ તૈયાર છે.

લોટ બાંધવાની રીત

  • એક કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ કે ઘી લગાવી ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.

પુરણપોળી બનાવવાની રીત

  • પુરણપોળી બનાવવા હવે તૈયાર પુરણ માંથી જે સાઇઝ ની પુરણપોળી બનાવી હોય એસાઇઝ ના ગોલા બનાવી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ના પણ એજ સાઇઝ માં લુવા બનાવી ને તૈયાર કરી લ્યો.
  •  હવે એક લોટ નો લુવો લ્યો એને કોરાલોટ ની મદદ થી થોડો વણી ને પુરી જેટલો બનાવી લ્યો ત્યાર બાદ એમાં પુરણ નો ગોળો મૂકોને બધી બાજુથી બરોબર પેક કરી લ્યો.
  • હવે હથેળી વડે થોડા દબાવી લ્યો ને ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી વણી ને નાની રોટલી બનાવીને તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલી પુરણપોળી નાખી બને બાજુ થોડી ચડાવી લ્યો.
  • ત્યારબાદ ઘી લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ બીજા બાદ લુવા બનાવી વણી લ્યો ને શેકી લ્યો આમ બધી જ પુરણપોળી તૈયાર કરી લ્યો ને ઉપરથી ઘી લગાવી મજા લ્યો પુરણપોળી.

puran poli recipe gujarati notes

  • ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ અથવા અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો.
  • પુરણની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • પુરણ માટે ચણા દાળ કે તુવેર દાળ ની ઉપયોગ કરી શકો છો.
  • જો ઘીના પસંદ હોય તો તેલ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો