Go Back
+ servings
tindora nu shaak - tindora nu shaak banavani rit - ટીંડોળા નું શાક - tindora nu shaak gujarati - ટીંડોરા નુ શાક - ગીલોડા નુ શાક - ટીંડોળા નું શાક બનાવવાની રીત - ટીંડોરા નુ શાક બનાવવાની રીત - ગીલોડા નુ શાક બનાવવાની રીત

ટીંડોળા નું શાક | tindora nu shaak | tindora nu shaak banavani rit | tindora nu shaak gujarati | ટીંડોરા નુ શાક | ગીલોડા નુ શાક | ટીંડોળા નું શાક બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે પૂછવામાં આવતો પ્રશ્ન how to make tindora nu shaak gujarati- ટીંડોળા નું શાક બનાવવાની રીત શીખીશું તેમજ આ શાક ને ટીંડોરા નુ શાક - ગીલોડા નુ શાક પણ કહે છેતમેજ ટિંડોડા ને તિંડલી, કુંદરું વગેરે નામે ઓળખાય છે,આ ટિંડોડા પચવામાં હલકા હોય છે ને અનેક બીમારીઓ માં પણ ફાયદાકારક હોય છે તો ચાલો આજ આપણે શેકીને આ tindora nu shaak banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, tindora recipe, tindora recipe gujarati, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ટીંડોળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ટીંડોળા
  • 2 ટમેટા સુધારેલ
  • 10-15 લસણની કણી
  • 4-5 સૂકા લાલ મરચા
  • 1 લાંબી સુધારેલ ડુંગળી
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો

Instructions
 

ટીંડોળા નું શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak gujarati | ગીલોડા નુ શાક બનાવવાની રીત

  • ટીંડોળા નું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને એક બે પાણી થી ધોઈ ને સાફ કરીલ્યો ત્યાર બાદ એની બને બાજુની દાડી કાપી ને અલગ કરી ગોળ ગોળ અથવા લાંબા કાપી ને કટકા કરી લ્યો,
  •  હવે મિક્સર જારમાં સુધારેલ ટમેટા,લસણ ની કણી, સૂકા લાલ મરચા નાખી ને પીસી લ્યો ને ટમેટા પ્યુરી બનાવી ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં સુધારેલ ટિંડોડા અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યોને ધીમા તાપે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો આમ ટિંડોડા બરોબર ચડી જાય ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ શાક માં ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને રોટલી પરોઠા સાથે સર્વ કરો ટિંડોડા નું શાક.

tindora nu shaak gujarati notes

  • ટિંડોડાને હમેશા કાપવા થી પહેલા ધોઇ લેવા કાપી ને ના ધોવા અને તમે ગોળ કે લાંબા ગમેતે આકારમાં કાપી શકો છો.
  • શાકને ધીમા તાપે ચડવશો તો પાણી વગર પણ શાક બરશે નહિ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો