Go Back
+ servings
જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત - Juvar na lot na muthiya banavani rit - Juvar na lot na muthiya recipe in gujarati

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | Juvar na lot na muthiya banavani rit | Juvar na lot na muthiya recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત - Juvar na lot na muthiya banavani rit શીખીશું. જેમ આપણે શિયાળામાં ખાસ બાજરો ખવાતો હોય એમ ઉનાળા માં ખાસ જુવાર ખાવી જોઈએ, જુવાર ખાસ ઉનાળા માં ખાવા માં આવતું અનાજ છે કેમ કે જુવાર નીતાસીર ઠંડી હોય છે જુવાર ઘણી બીમારી માં પણ લાભકારી છે. તો આજ આપણે Juvar na lot na muthiya recipe in gujarati બનાવશું જે બાફી ને બનાવવામાં આવતા હોય હેલ્થી તો બનેજ છે સાથે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 20 mins
Total Time 1 hr 10 mins
Course nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ જુવાર નો લોટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1-2 ચમચી દહીં
  • 1-2 ચમચી તેલ
  • ¼ ચમચી અજમો
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી છીણેલો ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચમચી બેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 2 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

જુવાર ના લોટ ના મુઠીયા | Juvar na lot na muthiya | Juvar na lot na muthiya recipe

  • જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણની પેસ્ટ, હાથ થી મસળી ને અજમો, દહીં, હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, છીણેલો ગોળ, મીઠું સ્વાદ મુજબ, તેલ , બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  •  લોટ ને મિક્સ કરી ને નરમ લોટ બાંધીલ્યો (જો પાણી ની જરૂર લાગે તો એક બે ચમચી અથવા જરૂર મુજબ પાણીનાખી લોટ બાંધી લેવો ) ત્યાર બાદ લોટ ને ઢાંકી પાંચ દસ મિનિટએક બાજુ મૂકો અને ચારણી માં તેલ લગાવી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળે ત્યાં સુધી હાથ માં તેલ લગાવી ને બાંધેલા લોટ માંથી ત્રણ ચાર લાંબા લાંબારોલ બનાવી લ્યો ને તેલ લગાવેલ ચારણી માં મૂકો.
  • પાણી ઉકળવા લાગે એટલે ચારણી ને એમાં મૂકી ગેસ મિડીયમ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ પછી મુઠીયા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ને ચારણી બહાર કાઢી ઠંડા કરી લ્યો ને મુઠીયા બિલકુલ ઠંડા થાય એટલે ચાકુ થી ગોળ ગોળ કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ત્યાર બાદ કટકા કરેલ મુઠીયા  અને લીલા ધાણા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યોત્યાર બાદ ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો જુવાર ના લોટમાંથી મુઠીયા.

Juvar na lot na muthiya recipe in gujarati notes

  • અહીં તમે લીલા ધાણા, લીલી મેથી, છીણેલી દૂધી પણ નાખી શકો છો.
  • બાફીને રાખેલ મુઠીયા તમે જ્યારે પણ ખાવા હોય ત્યારે વઘારી ને ખાઈ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો