Go Back
+ servings
દૂધી ના પરોઠા બનાવવાની રીત - dudhi na paratha banavani rit - dudhi na paratha recipe in gujarati

દૂધી ના પરોઠા | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે દૂધી ના પરોઠા બનાવવાની રીત - dudhi na paratha banavani rit શીખીશું. આ પરોઠા તમે સવાર સાંજ નાસ્તા માં અથવા ટિફિન અને પ્રવાસમાં પણ બનાવી ને ખાઈશકો છો, જે બહાર થી ક્રિસ્પી લાગે છે અને અંદર થી સોફ્ટ બને છે તો ચાલો dudhi na paratha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati nasto, nasto banavani rit
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

દૂધીના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ છીણેલી દૂધી
  • 3-4 કપ ઘઉંનો લોટ
  • ½ કપ બેસન
  • 1 છીણેલી ડુંગળી
  • 1 ચમચી આદ લસણની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ

Instructions
 

દૂધી ના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha | dudhi na paratha recipe

  • દૂધી ના પરોઠા બનાવવા સૌપ્રથમ દૂધી ને છોલી ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી લ્યો જો કાચી હોય તો બીજ સાથે નહિતર વચ્ચે નો ભાગ અલગ કરી ને દૂધી ને છીણી લ્યો ત્યાર બાદ ડુંગળીને છોલી સાફ કરી છીણી લ્યો ને આદુ લસણ ની પેસ્ટ કરી નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા નાખો.
  • હવે એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, હાથ થી મસળીને કસુરી મેથી એને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટઅને બેસન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ધમકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • પંદર મિનિટ પછી ફરી લોટ નેમસળી ને મિક્સ કરી લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો હવે જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ નો લુવો લ્યો ને કોરા લોટ ની મદદ થી વણી લ્યો ત્યાર બાદ એના પર તેલ લગાવી કોરો લોટ છાંટી ને ત્રિકોણ કે એક બાજુ થી ફોલ્ડ કરી ને ફરી ગોળ બનાવી કોરા લોટ થી વણી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખી બને બાજુ થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકો ને ત્યાર બાદ ઉતારી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકી લ્યો ને તૈયાર કરી લ્યો ને દહી, સોસ, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો દૂધી ના પરોઠા.

dudhi na paratha recipe in gujarati notes

  • દૂધી હમેશા તાજી જ વાપરી લેવી એક બે દિવસ પછી દૂધી ના સ્વાદ માં ફરક આવી જાય છે ને બીજ પાકી જાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો