Go Back
+ servings
મેંગો યોગર્ટ બનાવવાની રીત - Mango Yogurt banavani rit - Mango Yogurt recipe in gujarati

મેંગો યોગર્ટ બનાવવાની રીત | Mango Yogurt banavani rit | Mango Yogurt recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેંગો યોગર્ટ બનાવવાની રીત - Mango Yogurt banavani rit શીખીશું. આ દહી ને તમે એક મીઠાઈ તારીખે ઠંડુ ઠંડુ ખાઈ શકો છે, ને મહેમાન ને પણ આપી શકો છો જે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો Mango Yogurt recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 1 d
Total Time 1 d 50 mins
Course sweet recipe in gujarati, વાનગીઓને રેસિપી બતાડો
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

મેંગો યોગર્ટ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ આંબા નો પલ્પ
  • 1 કપ દહી
  • 4 કપ ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ

Instructions
 

મેંગો યોગર્ટ | MangoYogurt | Mango Yogurt recipe

  • મેંગો યોગર્ટ બનાવવા સૌપ્રથમ દહી ને કપડા માં બાંધી ને ચારણી માં મૂકી એના પર વજન મૂકી અને તપેલી પ્ર ચારણી મૂકી ફ્રીઝ માં એક કલાક મૂકી દયો હવે આંબા ને ધોઇ સાફ કરી છોલી ને  મોટા કટકા કરી લ્યો ને મિક્સર જારમાં નાખી પીસી ને પલ્પ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી બીજા ગેસ પર બીજી કડાઈ માં આંબા નો પલ્પ નાખી ધીમા તાપે હલાવતા રહો ને દસ મિનિટ ચડાવી નેઘટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડો થવા દયો.
  • દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ફરી થી દૂધ ને પંદર મિનિટ ઉકાળી લ્યો પંદર મિનિટ પછી ગેસ બંધ કરીદૂધ ને નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ થવા દયો.
  • હવે એકોટી તપેલી માં બાંધેલું દહી લ્યો એને બરોબર ફેટી ને સૂમથ થાય ત્યાં સુંધી હલવો ત્યારબાદ એમાં ઠંડો થયેલ આંબા નો પલ્પ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ આમ દહી અને આંબા ના પલ્પને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં નવશેકું રહેલ દૂધ નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો ને હવે જે વાસણમાં જમાવવાનું હોય અથવા સર્વ કરવાનું હોય એમાં તૈયાર થયેલ મિશ્રણ નાખી દયો ને ઉપર થી બરોબર પેક કરી ઢાંકી ને પાંચ થી સાત કલાક જમાવવા મૂકો.
  • સાત કલાક પછી દહી બરોબર જામી જાય એટલે એને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરો ને દહી ઠંડુ થઈ જાય એટલે મજા લ્યો મેંગો યોગર્ટ.

Mango Yogurt recipe in gujarati notes

  • ખાંડની જગ્યાએ કન્દેસ મિલ્ક પણ નાખી શકો છો.
  • દહીજમાવવા ગરમી પર આધાર રાખે છે જો ગરમી વધારે તો ઝડપથી જામે ને જો ઠંડી વધારે તો જામતાવાર લાગે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો