Go Back
+ servings
કાંદા ના ભજીયા બનાવવાની રીત - kanda na bhajiya banavani rit - kanda na bhajiya gujarati - kanda na bhajiya ni recipe - Easy kanda na bhajiya recipe in gujarati

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda na bhajiya banavani rit | kanda na bhajiya gujarati | kanda na bhajiya ni recipe | Easy kanda na bhajiya recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાંદા ના ભજીયા બનાવવાની રીત - kanda na bhajiya banavani rit શીખીશું. વરસાદ હોય કે ન હોયભજીયા જેને પસંદ હોય એ ગમે ત્યારે ભજીયા ખાવા તૈયાર હોય છે ને એમાં પણ જો ડુંગળી નાભજીયા મળી જાય તો તો મજા પડે, આજ આપણે પાણી ના ઉપયોગ વગર બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એવા ભજીયા બનાવવાનીરીત શીખીશું જે સોસ, ચટણી, ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. તો ચાલો Easy kanda na bhajiya recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 20 mins
Total Time 1 hr 10 mins
Course bhajiya, bhajiya banavani rit, bhajiya recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

કાંદા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • ડુંગળી 7-8
  • બેસન 1 કપ
  • ચોખાનો લોટ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • અજમો ¼ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • શેકેલ સૂકા આખા ધાણા ક્રસ કરેલ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ તેલ 2 ચમચી
  • તેલ જરૂર મુજબ

ચટણી માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ½ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • દહીં 2 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બરફના ટુકડા જરૂર મુજબ

Instructions
 

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kandana bhajiya banavani rit | kanda na bhajiya gujarati | kanda na bhajiya ni recipe | Easy kanda na bhajiya recipe in gujarati

  • કાંદા ના ભજીયા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને સાફ કરી લ્યોત્યાર બાદ પાણીથી ધોઈ લ્યો ને કપડા માં નાખી કોરી કરી લ્યો ટાયર બાદ એના બે ભાગ કરીલાંબી લાંબી સુધારી લ્યો ને સુધારેલી ડુંગળી ને એક મોટા વાસણમાં નાખી એમાં સ્વાદ મુજબમીઠું નાખી હાથ થી બરોબર બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • પંદર મિનિટ પછી એમાં લીલા મરચા સુધારેલા, હાથ થી મસળી ને અજમો, આદુ લસણની પેસ્ટ, શેકેલ સૂકા આખા ધાણા ક્રસ કરેલ, હળદર, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર અને ને ચમચી ગરમ તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ એમાં ચાળી રાખેલ ચોખા નોલોટ અને ચાળી રાખેલ બેસન થોડો થોડો નાખી ફરીથી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો બેસન ડુંગળીપર એક પાતળી કોટીંગ થાય એટલો નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપ કરી એમાં ડુંગળીનું મિશ્રણ થોડુ થોડુ નાખી ને ભજીયા ને તરવા નાખો એક વખત માં જેટલા સમાય એટલે નાખો ત્યાર બાદ થોડી થોડી વારે ઝારા થી ઉથલાવી બધી બાજુ થી ભજીયા ને ગોલ્ડન બ્રાઉન તરી લ્યો.
  •  આમ બધા જ ભજીયા તરી ને તૈયાર કરી લ્યોને સાથે થોડા લીલા મરચા પણ તરી લ્યો ને સોસ, ચટણી અને લીલા મરચા સાથે મજા લ્યો કાંદા ભજી.

લીલી ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, દહીં, લીંબુનો રસ,સંચળ, મીઠું સ્વાદ મુજબ અને બરફ ના ટુકડા જરૂર મુજબ નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી.

Easy kanda na bhajiya recipe in gujarati notes

  • અહી જો તમને પાણી બિલકુલ ન નાખવું હોય તો લોટ નાખ્યા પછી ફરી ઢાંકી પંદર મિનિટ રહેવા દેશોતો પાણી ની જરૂર નહિ પડે.
  • ભજીયા ઘણા જાડા પણ નહિ અને ઘણા પાતળા પણ નહિ મિડીયમ બનાવવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો