Go Back
+ servings
ulta vada pav - ulta vadapav - ઉલ્ટા વડાપાવ બનાવવાની રીત - ulta vada pav banavani rit - ulta vada pav recipe gujarati - ulta vadapav banavani rit - ulta vadapav recipe in gujarati

ઉલ્ટા વડાપાવ બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe gujarati | ulta vadapav banavani rit | ulta vadapav recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઉલ્ટા વડાપાવ બનાવવાની રીત - ulta vada pav banavani rit શીખીશું. વડાપાઉં એક મહારાષ્ટ્ર ની સ્ટ્રીટ સ્ટાઈલ પ્રખ્યાત વાનગી છે, અને આ ઉલ્ટા વડાપાઉં એ આ વડાપાઉં નું એક નવો પ્રકાર છે. જેને તમે નાસ્તા, પાર્ટી વગેરે માં સર્વ કરી શકાય છેઅને મજા લઈ શકો છો તો ચાલો આજ આપણે વડાપાઉં ને એની સાથે સર્વ થતી પારંપરિક ચટણીઓ બનાવવાનીરીત સાથે ulta vada pav recipe gujarati - ulta vadapav recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Resting time 15 mins
Total Time 1 hr 15 mins
Course nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

વડા નું ઉપર નું પડ બનાવવા માટેની સામગ્રી

  • 3 કપ બેસન
  • ½ ચમચી હળદર
  • 1 -2 ચપટી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વડા માટે બટાકા નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચાં સુધારેલ
  • 4-6 લસણ ની કણી
  • 2 ચમચી દહી
  • ½ ચમચી ચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

સૂકી લાલ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 5-7 સૂકા લાલ મરચા
  • 4 ચમચી સીંગદાણા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી નારિયળનું છીણ
  • 5-7 લસણ ની કણી
  • મીઠું સ્વાદ મુજબ

ઉલ્ટા વડા પાવ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 પાઉં
  • લીલી ચટણી
  • સૂકી લાલ મરચાની ચટણી

Instructions
 

ઉલ્ટા વડાપાવ | ulta vada pav | ultavada pav recipe | ulta vadapav | ulta vadapav recipe

  • ઉલ્ટા વડાપાવ વિથ ચટણીઓ બનાવવા આપણે સૌ પ્રથમ બને ચટણીઓ પીસી ને તૈયાર કરીશું . ત્યાર બાદ બેસન નું ઘોળું/ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકી દેશું અને બાફેલા બટાકા ને મેસ કરીવડા માટેનું બટાકા નું મસાલા વાળુ મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ પાઉં માં બને ચટણીલગાવી બટાકા નું સ્ટફિંગ મૂકી વડા ને પેક કરી લેશું અને ગરમ તેલ કરી એમાં પાઉં ને બેસનના મિશ્રણ માં બોળી ને બને બાજુ ગોલ્ડન તરી ને તૈયાર કરીશું ઉલ્ટા વડાપાઉં વિથ ચટણીઓ.

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં ધોઇ સાફ કરી સુધારેલ લીલા ધાણા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, ચાર્ટ મસાલો, દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસીલ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ફરીથી પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી.

સૂકી લાલ મરચાની ચટણી બનાવવાની રીત

  • સૂકી ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં લસણ ની કણી અને સૂકા લાલ મરચા ને ધીમા તાપે બે ચાર મિનિટ અથવા શેકવા ની સુગંધ આવે ત્યાં સુંધી સેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એક કડાઈમાં સીંગદાણા ને પણ થોડા શેકી લ્યો ને સીંગદાણા શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સૂકા નારિયળ નું છીણ નાખો ને નારિયળ ના છીણ ને પણ થોડું શેકી લ્યો ને ત્યાર બાદ બધી સામગ્રી ને ઠંડી થવા દયો.
  • બધી સામગ્રી બરોબર ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચા નો પાઉડર નાખી ને પીસી લ્યો તો તૈયાર છે સૂકી લાલ મરચાની ચટણી.

વડા ઉપરનું બેસન નું પડ બનાવવા માટેની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને મિશ્રણ માં ગાંઠા ના રહે એમ મિશ્રણ તૈયાર કરી ઢાંકી ને એક બાજુ મૂકી દયો.

વડા માટે બટાકા નું સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • બાફેલા બટાકા ને હાથ થી અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા,લીલા મરચા ની પેસ્ટ, ચાર્ટ મસાલો, મરી પાઉડર નાખી બરોબર  મિક્સ કરી લ્યો ને બટાકા નો મસાલો બનાવી ને તૈયાર કરી લ્યો.

ઉલ્ટા વડાપાવ બનાવવાની રીત

  • પાઉં લ્યો એમાં ચાકુથી એક કાપો પાડો પણ બે ભાગ ના થાય એ ધ્યાન રાખવું હવે પાઉં ના એક ભાગમાં તૈયાર કરેલ લીલી ચટણી લગાવો ને બીજા ભાગ માં સૂકી લાલ મરચાની ચટણી લગાવો અને વચ્ચે તૈયાર કરેલ બટાકા નો મસાલો નાખી ને દબાવી ને પેક કરી લ્યો આમ બધી પાઉં ને ભરી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન વાળુ મિશ્રણ જે તૈયાર કરી રાખેલ હતું એ લ્યો ને એમાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ને મિડીયમ કરી નાખો. હવે તૈયાર કરેલ પાઉં ને બેસન ના મિશ્રણ માં બરોબર બોળી ને ગરમ તેલ માં નાખોઆમ એક સાથે બે કે ત્રણ અથવા કડાઈ માં એક વખત માં સમાય એટલા વડા ને તરવા નાખો.
  • બે ત્રણ મિનિટ એક બાજુ રહેવા દઈ ત્યાર બાદ વડા ને ઝારા ને ચમચા વડે ધીરે રહો ને ઉથલાવી લ્યોને બીજી બે ત્રણ મિનિટ બીજી બાજુ ચડવા દયો આમ બધા વડા ને ઉથલાવી નાખો હવે વડા ને બધી બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર વડા ને ચાકુ થી બે કે ચાર ભાગ માં કાપી ને કટકા કરી લ્યો ને ગરમ ગરમ ચટણી , સોસ અને તરેલા બેસન વાળા મરચાસાથે સર્વ કરો ઉલ્ટા વડાપાઉં વિથ ચટણીઓ.

ulta vada pav recipe in gujarati notes

  • બટાકા માં મસાલા માં તમે તમારા સ્વાદ મુજબ ફેરફાર કરી શકો છો.
  • તમને ચીઝ પસંદ હોય તો બટાકા ના મસાલા ને નાખ્યા બાદ એના પર ચીઝ સ્લાઈસ મૂકી બંધ કરી ને પણ તૈયાર કરી શકો છો.
  • ચટણીમાં પણ તમે તમારી પસંદ ની તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો