Go Back
+ servings
papdi gathiya - papdi gathiya recipe - papdi banavani rit - પાપડી બનાવવાની રીત - gathiya papdi - papdi gathiya recipe in gujarati - papdi gathiya banavani rit - papdi in gujarati - પાપડી ગાંઠીયા બનાવવાની રીત

પાપડી ગાંઠીયા | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit | પાપડી બનાવવાની રીત | gathiya papdi | papdi gathiya recipe in gujarati | papdi gathiya banavani rit | papdi in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે પાપડી ગાંઠીયા બનાવવાની રીત - papdi gathiya banavani rit શીખીશું. ગાંઠિયા એ દરેક ગુજરાતી ની પહેલી પસંદહોય છે ને અલગ અલગ સ્વાદ માં કેટલી પ્રકારના ગાંઠિયા ગુજરાતી ખાતા હોય છે, એનું લીસ્ટ જોવા જઈશું તો ખૂટશે નહિ, પણ આજ આપણે એ papdi banavani rit - પાપડી બનાવવાની રીત શીખીશું જે સવાર સાંજ ચા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલોpapdi gathiya recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 30 mins
Total Time 1 hr
Course gathiya banavani rit, gathiya recipe in gujarati, gujarati nasto, nasta, nasto banavani rit, ગાંઠીયા બનાવવાની રીત, ગુજરાતી નાસ્તો, ગુજરાતી નાસ્તો બનાવવાની રીત, ફરસાણ-નાસ્તો
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 પાપડી ગાંઠીયા નો ઝારો / સેવ મશીન

Ingredients
  

પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • 1 ¼ ચમચી પાપડ ખાર
  • ½ ચમચી અજમો (ઓપ્શનલ છે )
  • 10-11 ચમચી તેલ
  • 10-11 ચમચી પાણી + જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions
 

પાપડી બનાવવાની રીત | papdi gathiya recipe in gujarati | papdi gathiya banavani rit | papdi in gujarati

  • પાપડી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તેલ અને પાણી નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર અને અજમો મસળી નેનાખો ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો ( તમે આ મિશ્રણ મિક્સર જાર માં બધી સામગ્રી નાખી ને પીસી ને પણ તૈયાર કરી શકો છો.
  • હવે તૈયાર પાણી માં બેસન ચાળી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને જો પાણી ની જરૂર લાગે લોટ બાંધવા માટે તો જરૂર મુજબ પાણી નાખી ને પહેલા થોડો કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો. અડધા કલાક પછી ફરીથી લોટ નેથોડું થોડું  પાણી નાખીને મસળી ને નરમ બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી નાખો ને પાપડી બનાવવા ના ઝારા ને ગરમ તેલ ઉપર મૂકી અથવા હાથ થી થોડું ઉપર પકડી બીજા હાથે બાંધેલા લોટ માંથી લોટ લઈ ઝારા થોડું દબાવી દબાવી ને  ફેરવો ને ગરમ તેલ માં પાપડી ને તરવા માટે નાખો.
  • એક વખતમાં થોડી પાપડી તરવા નાખો ત્યાર બાદ બીજા સાદા ઝારા થી પાપડી ને ઉથલાવી ને બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેલ માંથી બહાર કાઢી લ્યો આમ બધી પાપડી તૈયાર કરી લ્યો તો તૈયાર છે પાપડી ગાંઠિયા.
  • અથવા જો તમારા પાસે પાપડી ગાંઠીયા નો ઝારો ના હોય તો સેવ મશીન માં એક લાંબા કાપા વાળી પ્લેટ આવે એ મૂકી સંચા માં તેલ લગાવી એમાં તૈયાર લોટ નાખી ને ગરમ તેલ માં નાખી ને તરી શકો છો ને પાપડી ની મજા લઇ શકો છો ( અહી બસ ફરક એટલો હસે કે પાપડી ના ઝારા માં પાપડી નાની નાની બને છે ને આ સંચામાં લાંબી લાંબી બનશે).

papdi gathiya recipe in gujarati notes

  • લોટ પહેલા થોડો કઠણ બાંધવો ત્યાર બાદ લોટ ને આરામ આપી ને જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી નરમ કરવાથી ગાંઠિયા બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ બનશે.
  • પાપડ ખાર ના હોય તો તમે બેકિંગ સોડા અથવા બેકિંગ પાઉડર પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો