Go Back
+ servings
સેવપૂરી બનાવવાની રીત - સેવ પુરી બનાવવાની રીત - sev puri banavani rit - sev puri recipe - Sev Puri Recipe In Gujarati

સેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe | Sev Puri Recipe In Gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સેવપૂરી બનાવવાની રીત - sev puri banavani rit શીખીશું. આ સેવ પૂરી મુંબઈ ની પ્રખ્યાત ચાર્ટ છે, જે સ્વાદ માં ચટપટીઅને ટેસ્ટી ને મજેદાર લાગે છે જે બનાવી ખૂબ સરળ છે તો ચાલો સેવ પૂરી બનાવવાની રીત - Sev Puri Recipe In Gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Total Time 10 mins
Course nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 1 પ્લેટ

Equipment

  • 1 પ્લેટ

Ingredients
  

સેવપૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 8-10 નાની ફરશી પુરી
  • 3-4 બાફેલા બટાકા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સુધારેલા ટમેટા
  • 5-7 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • લીલી ચટણી
  • આંબલી ખજૂર ચટણી
  • લસણ મરચાની ચટણી
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો  / મસાલો (સંચળ,શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, વરિયાળી પાઉડર થી બનાવેલ મસાલો )

Instructions
 

સેવપૂરી | સેવ પુરી | sev puri | sevpuri recipe | Sev Puri Recipe In Gujarati

  • સેવપૂરી બનાવવા સૌપ્રથમ આપણે પુરી મેંદા સોજી માંથી તૈયાર કરી લેવી અથવા બજાર માં તૈયાર મળે છે એ પણ લઈ શકાય છે ત્યાર બાદ કુકર મા બટાકા માં મીઠું નાખી બાફી ને ઠંડા કરી મેસરવડે બરોબર મેસ કરી લ્યો અને લીલા ધાણા ની ચટણી, આંબલી ખજૂર ની ચટણી અને લસણ મરચા ની ચટણી તૈયાર કરી લેવી.
  • હવે એક પ્લેટ માં પુરી ને થોડી થોડી દૂર મૂકી દયો ત્યાર બાદ એના પ્ર બાફી ને મેસ કરેલ બટાકાના મિશ્રણ ને મૂકો ને એના પર મસાલો / ચાર્ટ મસાલો છાંટી લ્યો ત્યાર બાદ એના પર ઝીણી સુધારેલી ડુંગળી અને ટમેટા મૂકોઅને ફરી ચાર્ટ મસાલો/ મસાલો છાંટી દયો.
  • હવે એના લસણ મરચા ની ચટણી મૂકો અને  લીલા ધાણા ની ચટણી, આંબલી ખજૂરની ચટણી જરૂર મુજબ નાખો એના પર ઝીણી સેવ છાંટો ને ઉપર લીલા ધાણા સુધારેલા, ચાર્ટ મસાલો/ મસાલો છાંટી નેપ્લેટ તૈયાર કરી લ્યો તો તૈયાર છે સેવ પૂરી.

Sev Puri Recipe In Gujarati notes

  • અહી તમે બાફેલા બટાકા સાથે દેશી ચણા પણ બાફીને નાખી શકો છો.
  • ચટણી માં તીખાશ તમારી પસંદ મુજબ નાખવી અનેજરૂર મુજબ ચટણી નાખવી.
  • ગાર્નિશ માં તમે ઝીણી સુધારેલી કાચી કેરી માંકટકા, મસાલા વાળા સીંગદાણા, ચીઝ, દાડમ દાણા વગ્રે જેવી સામગ્રી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો