Go Back
+ servings
halwasan - halwasan recipe - halwasan khambhat - khambhat halwasan – હલવાસન - halwasan khambhat recipe - halwasan recipe in gujarati - હલવાસન બનાવવાની રીત - khambhat halwasan recipe

હલવાસન બનાવવાની રીત | halwasan recipe | halwasan khambhat | khambhat halwasan | halwasan khambhat recipe | halwasan recipe in gujarati | khambhat halwasan recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે હલવાસન બનાવવાની રીત - khambhat halwasan recipe શીખીશું. આ હલવાસન ખંભાત બાજુખૂબ પ્રખ્યાત મીઠાઈ છે, અને આ મીઠાઈ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી બનાવી ને તૈયાર થઈ જાય છે તો ચાલો khambhat halwasan recipe - halwasan recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 40 mins
Total Time 50 mins
Course gujarati sweets, sweet recipe in gujarati, ગુજરાતી મીઠાઈ, મીઠાઈ, મીઠાઈ બનાવવાની રીત
Cuisine Indian
Servings 7 પીસ

Equipment

  • 1 કડાઈઓ

Ingredients
  

halwasan ingredients

  • 5 ચમચી ઘી
  • 1 ચમચી ખાવાનો ગુંદર
  • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • 1-¼ ચમચી ઘઉંનો કરકરો લોટ 
  • 2 ચમચી બદામની કતરણ
  • 2 ચમચી પિસ્તા ની કતરણ
  • 2 કાજુની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • કાજુ અને બદામ ગાર્નિશ માટે

Instructions
 

હલવાસન બનાવવાની રીત | halwasan khambhat recipe | halwasan recipe in gujarati | khambhat halwasan recipe

  • હલવાસન બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી બે ચમચી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી લ્યો ત્યાર બાદ એમાં ખાવા નો ગુંદર ને થોડો થોડો નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાયત્યાં સુંધી શેકો થોડો ગુંદર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ને બાકી નો બધોગુંદર પણ થોડો થોડો કરી ને શેકી લ્યો. બધો ગુંદર શેકાઈ જાય એટલે એને કડાઈમાં નાખો.
  • હવે શેકેલ ગુંદર માં ફૂલ ક્રીમ દૂધ નાખી ને બરોબર મિક્સ કરી ને ફૂલ તાપે હલાવતા રહી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા દયો દૂધ ઉકાળી લીધા બાદ ગેસ ધીમો કરી ને દૂધ ને ઉકળવા દયોને વચ્ચે વચ્ચે હલાવતા રહો હવે બીજા ગેસ પર બીજી કડાઈમાં ધીમા તાપે ખાંડ ને ગરમ કરીલ્યો  ( ખાંડ ને હલાવવાની નથી એમજ ઓગળવા દયો )ખાંડ ઓગળી જાય ત્યાર બાદ હલાવી ને બ્રાઉનરંગ ની થાય ત્યાં સુંધી ગરમ કરવી.
  • હવે બ્રાઉન ખાંડ ને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દૂધ ને ઉકળવા દયો.  હવે ગરી બીજી કડાઈ માં ફરી બે ચમચી ઘી ગરમ કરો ને એમાં ઘઉંનો કરકરો લોટ નાખીમિક્સ કરી ને લોટ ને ધીમા તાપે હલાવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  •  લોટ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી શેકેલલોટ ને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહે એમ હલાવતા રહો ને મિશ્રણઘટ્ટ થયા ત્યાં સુંધી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર, બદામ ની કતરણ, કાજુની કતરણ, પિસ્તાની કતરણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી ને મિયારણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ માં ઘી લગાવી ને પેંડા જેવો આકાર આપી ને તૈયાર કરી લ્યો બધા અને એના ઉપર કાજુ અને બદામ ને દબાવી ને લગાવી દયો તો તૈયાર છે હલવાસન.

halwasan recipe in gujarati notes

  • ખાંડની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • એક બાજુ ધીમા તાપે ગુંદર અંને દૂધ ને ચડવા દયો અને બીજા ગેસ પર ખાંડ ને કેરેમલ કરી અને ઘઉંનો કર કરો લોટ શેકી લેવો જેથી તમારો સમય બચી શકે.
  • ખાંડ બરી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર સ્વાદ બગડી જસે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો