Go Back
+ servings
સેવ મમરા બનાવવાની રીત - sev mamra banavani rit - sev mamra banavani recipe - sev mamra recipe gujarati

સેવ મમરા બનાવવાની રીત | sev mamra banavani rit | sev mamra banavani recipe | sev mamra recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સેવ મમરા બનાવવાની રીત - sev mamra banavani rit શીખીશું. જ્યારે પણ કંઇક હલકું ફૂલકું ખાવા નું મન થાય ત્યારે આ સેવ મમરા બનાવી ને ખાઈશકો છો, અને આ સેવ મમરા ને તમે એક વખત તૈયાર કરી પંદર વીસ દિવસ સુંધીમજા લઈ શકો છો, અને સાંજ ના નાસ્તામાં અથવા બાળકો ને સ્કૂલમાં ટિફિન માં પણ આપી શકો છો આ સેવ મમરા ખૂબ ઝાડથી તૈયાર થઈ જાય છે તો ચાલો sev mamra banavani recipe - sev mamra recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 10 mins
Total Time 20 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit, ગુજરાતી નાસ્તો, ગુજરાતી નાસ્તો બનાવવાની રીત
Cuisine Indian
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સેવ મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ મમરા
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ કપ સીંગદાણા
  • 1 કપ સેવ

Instructions
 

સેવ મમરા | sev mamra | sev mamra banavani recipe | sev mamra recipe

  • સેવ મમરા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ નાખી ને ગરમ કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં સાફ કરેલ સીંગદાણા નાખી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ ગરમ તેલ માં રાઈ અને જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન હળદર અનેમીઠું સ્વાદ મુજબ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં સાફ કરેલ મમરા નાખો ને મમરા ને પણ ધીમા તાપે હલાવતા રહો પાંચ સાત મિનિટ શેકી લ્યો.
  • મમરા બરોબર શેકાઈ જાય એટલે એમાં તરી રાખેલ સીંગદાણા અને સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી મમરા ને ગરમ ગરમ અથવા ઠંડા કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો સેવ મમરા.

sev mamra recipe in gujarati notes

  • અહી વઘાર માં તમે પા ચમચી હિંગ તથા આમચૂર પાઉડર અથવા ચાર્ટ મસાલો, પીસેલી ખાંડ નો ભૂકો પણ નાખી શકો છો.
  • સેવ સાથે તમે ખારી બુંદી, તરી ને મકાઈ ના પૌવા, અથવા મિક્સ મસાલા ચેવડો પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો