Go Back
+ servings
સોજી ના અપ્પમ બનાવવાની રીત - સોજી ના અપ્પમ - Soji na appam - Soji na appam banavani rit - Soji appam recipe in gujarati - Soji appam recipe

સોજી ના અપ્પમ બનાવવાની રીત | Soji na appam banavani rit | Soji appam recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સોજી ના અપ્પમ બનાવવાની રીત - Soji na appam banavani rit શીખીશું. આ સોજી ના અપ્પમ ને તમે ઇન્સ્ટન્ટ અપ્પમ પણ કહી શકો છો જે ખૂબ સરળ રીતે ઓછીસામગ્રીથી તૈયાર થઈ જાય છે,અને તમે નાસ્તા માં, બાળકો ના ટિફિન માં કે પ્રવાસ માંબનાવી ને લઇ જઇ શકો છો જે નારિયળ ની ચટણી કે સીંગદાણા ની ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગેછે તો ચાલો  Soji appam recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Resting time 20 mins
Total Time 1 hr
Course appam, nasto banavani rit
Cuisine Indian
Servings 15 પીસ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients
  

સોજી ના અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ સોજી
  • 1 કપ દહી
  • 3-4 ઝીણા સુધારેલ લીલાં મરચા
  • ¼ કપ ઝીણા સુધારેલ ટામેટા
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • 8-10 મીઠા લીમડાના પાન સુધારેલ
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ¼ કપ નવશેકું પાણી
  • તેલ જરૂર મુજબ

Instructions
 

સોજી ના અપ્પમ | Soji na appam | Soji appam recipe

  •  સોજી ના અપ્પમ  બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં સાફકરેલી સોજી નાખો એની સાથે દહીં અને સવા કપ નવશેકું પાણી, મીઠુંસ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો.વીસ મિનિટ પછી સોજી ના મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે સોજી ના મિશ્રણ માં ઝીણા સમારેલા લીલાં મરચા, સુધારેલ મીઠા લીમડાના પાન, લીલા ધાણા સુધારેલા,સુધારેલ ડુંગળી, સુધારેલ ટમેટા, સુધારેલ કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં બેકિંગ સોડા અને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે અપ્પમ પ્લેટ ને ગરમ કરવા મૂકો પ્લેટ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી  એમાં બધા ખાના માં અડધી અડધી ચમચી તેલ નાખી દયો ત્યાર બાદ એમાં સોજી વાળુ મિશ્રણ ચમચી થી પહેલા ચારે બાજુ ની કિનારી પર નાખો અને છેલ્લે વચ્ચે નાખી ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડવા દયો.
  • પાંચ મિનિટ પછી એના પર અડધી અડધી ચમચી તેલ નાખો અને બધા જ અપ્પમ ને ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો અને ને ચાર મિનિટ પછી અપ્પમ ને બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા અપ્પમ ને શેકી ને તૈયાર કરી લ્યો ને નારિયળ ની ચટણી કે સીંગદાણા ની ચટણી સાથે ગરમ ગરમસર્વ કરો સોજી ના અપ્પમ.

 Soji appam recipe in gujarati notes

  • તમને શાક વાળા અપમ ના પસંદ હોય તો એમજ પ્લેન ઓન બનાવી શકો છો.
  • અહી શાક તમે તમારી પસંદ ના ઝીણા સુધારી ને નાખી શકો છો.
  • જો ડુંગળીના ખાતા હો તો ના નાખવી.
  • અપ્પમ ને સાવ ધીમા તાપે શેકવા.
  • જો ઘણા અપ્પમ નું મિશ્રણ બનાવેલ હોય તો થોડા થોડા મિશ્રણ માં સોડા મિલાવી ને મિશ્રણ તૈયાર કરી અપ્પમ બનાવવા જેથી અપ્પમ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો