Go Back
+ servings
chorafali - chorafali banavani rit - chorafali recipe - ચોળાફળી બનાવવાની રીત - chorafali recipe in gujarati - chorafali in gujarati - ચોરાફરી બનાવવાની રીત - chora fadi banavani rit - cholafali recipe in gujarati - ચોરાફળી બનાવવાની રીત

ચોળાફળી | chorafali banavani rit | chorafali recipe | ચોળાફળી બનાવવાની રીત | chorafali recipe in gujarati | chorafali in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ચોળાફળી બનાવવાની રીત - chorafali banavani rit - chorafali in gujarati -ચોરાફરી બનાવવાનીરીત શીખીશું. ચોરાફળી ચટપટો નાસ્તોછે જે તમે ગમે ત્યારે ચા અને એની ખાસ પ્રકારની ચટણી સાથે સર્વ કરવામાં આવતી હોય છે, ગુજરાત માં તો દિવાળી કે મોટા તહેવારમાંઘરે આવેલા મહેમાન ને કે મીઠાઈ ખાઈ ને કંટાળી ગયા હોઈએ ત્યારે તીખું ખાવા આ ચોરાફળીખવાતી હોય છે અને આજકાલ તો વણેલી ચોરાફળી મળે છે જેને તમે ઘરે તરી ને તૈયાર કરી શકોછો પણ આજ આપણે ચોળાફળી નો લોટ બાંધી ને તૈયાર કરવાની રીત શીખીશું તો ચાલો chorafali recipe in gujarati - cholafali recipe in gujarati - chora fadi banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course gujarati nasto, gujarati snacks, nasta, nasto banavani rit, Snack
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

chorafali ingredients

  • 2 કપ બેસન નો લોટ
  • ½ કપ અડદનો લોટ
  • ચમચી બેકિંગ સોડા
  • 1-2 ચપટી હળદર
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી તેલ
  • કપ પાણી
  • તરવા માટે તેલ

ચોરાફળી નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સંચળ

Instructions
 

chorafali recipe | ચોરાફરી બનાવવાની રીત | chora fadi banavani rit | cholafali recipe in gujarati | ચોરાફળી બનાવવાની રીત

  • ચોરાફળી બનાવવા એક વાસણમાં બેસન નો લોટ ચાળી ને લ્યો એમાં અડદ નો લોટ ચાળી ને નાખો સાથે બેકિંગ સોડા, મીઠું અડધી ચમચી,હિંગ, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં બે ચમચી તેલ નાખી હાથે થી બરોબર મિકસ કરી લ્યો.
  • હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ બાંધી લ્યો ને છેલ્લે અડધી ચમચી તેલ નાખી બરોબર. પાંચ સાત મિનિટસુંધી મસળી લ્યો લોટ બરોબર મસળી લીધા બાદ એમાંથી જે સાઇઝ ની ચોરાફળી બનાવવી હોય એ સાઇઝના લુવા કાપી ને તૈયાર કરી લ્યો,
  • આમ બધા લુવા તૈયાર કરી એના પર અડધી ચમચી તેલ નાખી મિક્સ કરી એક વાસણમાં કાઢી ને ઢાંકી ને એક બાજુ મૂકો.
  • હવે એક લુવો કાઢી ઘઉંનો લોટ અથવા ચોખા ના લોટ થી રોટલી જેમ વણી લ્યો આમ બધા લુવા ને વણીને અલગ અલગ મૂકી દયો અને ચોરાફળી ની કિનારી મૂકી વચ્ચે ચાકુથી ઊભા ત્રણ ચાર કાપા પાડી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  •  તેલ ગરમ થાય એટલે એમાં ચોળાફળી નાખીબને બાજુ ગોલ્ડન તરી લ્યો ને બને બાજુ બરોબર તરી લીધા બાદ બહાર કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો.
  • આમ એક એક કરી બધી ચોરાફળી માં કાપા કરી તરી લ્યો ને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને સર્વ કરતી વખતે કટકા કરી ને સર્વ કરો ચોરાફળી.

ચોળાફળી નો મસાલો બનાવવાની રીત

  • ચોરાફળી નો મસાલો બનાવવા  એક વાટકા માં  લાલ મરચાનો પાઉડર અને સંચળ નાખી નેબરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો.

chorafali recipe in gujarati notes

  • મસાલા માં તમે તમારી પસંદ ના મસાલા બનાવી ને છાંટી શકો છો.
  • બાંધેલા લોટ ને બરોબર મસળી લેશો તો ચોરાફળી સોફ્ટ ને ક્રિસ્પી બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો