Go Back
+ servings
gathiya nu shaak - gathiya nu shaak recipe in gujarati - gathiya nu shaak recipe - gathiya nu shaak banavani rit - ગાંઠિયા નુ શાક - ગાંઠિયા નુ શાક બનાવવાની રીત - ગાંઠિયા નું શાક - ગાંઠિયા નું શાક બનાવવાની રીત

ગાંઠિયા નુ શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit | gathiya nu shaak recipe in gujarati | ગાંઠિયા નું શાક બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગાંઠિયા નુ શાક બનાવવાની રીત - gathiya nu shaak banavani rit શીખીશું. આપણા માંથી જેટલા પણરોજ રસોઈ બનાવતા હશે, એમને બપોર માં ભોજન માં અને રાત્રી ના ભોજન માંશાક શું બનાવવું એ પ્રશ્ન હમેશા થતો હોય છે ને રોજ બને ટાઈમે લીલા શાક મળતા પણ ના હોતત્યારે આ રીતે બનાવી સ્વાદિષ્ટ ગાંઠિયા નું શાક. તો ચાલો ગાંઠિયાનું શાક બનાવવાની રીત - gathiya nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit, shaak recipe in gujarati, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ગાંઠિયા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ગાંઠિયા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ચમચી હિંગ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions
 

gathiya nu shaak | gathiya nu shaak recipe | ગાંઠિયા નુ શાક | ગાંઠિયા નું શાક

  • ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો તેલ અલગ થાય ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરી મિશ્રણ ઉકળવાલાગે ત્યાં સુધી ચડાવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી લો
  • ત્યારબાદ એમાં ગાંઠિયા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લો અને ગેસ બંધ કરી રોટલી, પરોઠા, ભાખરી સાથેસર્વ કરો ગાંઠિયા નું શાક.

gathiya nu shaak recipe in gujarati notes

  • અહી તમે લક્કડિયા, ભાવનગરી બને માંથી કોઈ પણ ગાંઠિયા વાપરી શકો છો.
  • ગ્રેવી ઘટ્ટ કે પાતળી તમારી પસંદ મુજબ કરી શકો છો.
  • મીઠું પહેલા થોડું ઓછી માત્રા માં નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો