Go Back
+ servings
malpua banavani rit - malpua recipe in gujarati - માલપૂવા બનાવવાની રીત - malpura banavani rit - gujarati malpua recipe - માલપુઆ બનાવવાની રીત

માલપૂવા બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati | malpura banavani rit | gujarati malpua recipe | માલપુઆ બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન how to make malpua in gujarati ? તો આજમાલપૂવા બનાવવાની રીત - malpua banavani rit શીખીશું, માલપુઆ  ને માલપૂડા, માલપુવા કે મલાઈ પુરી પણ કહેવાય છે આ માલપુઆ અલગ અલગ પ્રકારના લોટ માંથી તૈયારકરવા માં આવે છે ને રબડી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. અને જન્માષ્ટમીકે હોળી પર ખૂબ બનાવવામાં  આવે છે. તો ચાલો માલપુઆ બનાવવાની રીત - malpura banavani rit - malpua recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati sweets, sweet recipe in gujarati, ગુજરાતી મીઠાઈ, મીઠાઈ, મીઠાઈ બનાવવાની રીત
Cuisine Indian
Servings 10 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

malpua ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • છીણેલો મોરો માવો 50 ગ્રામ
  • મેંદા નો લોટ ½ કપ
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • તેલ /ઘી તરવા માટે

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 2 કપ
  • કેસરના તાંતણા 10-15
  • દૂધ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ગાર્નિશ માટેની સામગ્રી

  • પિસ્તાની કતરણ

Instructions
 

માલપૂવા | malpua | malpua recipe gujarati | malpura | gujarati malpua recipe | માલપુઆ

  • માલપૂવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવામૂકો વચ્ચે વચ્ચે દૂધ ને હલાવતા રહો દૂધ ઉકાળી ને અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યોત્યાર બાદ એમાં છીણેલો મોરો માવો નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યારબાદગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી એની ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા એક તપેલી માં બે કપ ખાંડ લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસપર ગરમ કરવા મૂકો ને ખાંડ ઓગળી જાય અને ચાસણી ઉકળવા લાગે એટલે એમાં એક બે ચમચી દૂધનાખી ને મિક્સ કરી લ્યો ને ચાસણી ઉપર આવેલ કચરો અલગ કરી લ્યો.
  • હવે ચાસણી માં એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને  ચાસણી ને ઉકાળી ને એક તાર બને એટલી ચડાવી લ્યો. ચાસણીએક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ચાસણી ને એક બાજુ મૂકો.
  • હવે દૂધ નું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એમાં મેંદા નો લોટ, ખાંડ. એલચી પાઉડરનાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર ફ્લેટ તરીયા વાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી નાખોને એમાં તૈયાર કરેલ મેંદા વાળુ મિશ્રણ કડછી ની મદદ થી થોડું થોડુ દૂર નાખી દયો.
  •  ત્યારબાદ એક બાજુ થી થોડું ગોલ્ડન થાય ત્યાં સુંધીચડાવી લ્યો ત્યાર બાદ ઝારા કે ચીપિયા થી એક એક ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડનથાય ત્યાં સુંધી ચડાવો આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ ઘી માંથી કાઢી ને તમે એમજ ગરમગરમ ખાઈ શકો છો.
  • અથવા ગરમ માલપુઆ ને તૈયાર કરેલ ચાસણી માં બે મિનિટ બોળી ને કાઢી ને સર્વિંગ પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા જ માલપુઆ ને ગોલ્ડન તરી લ્યો ને ચાસણી માં બોડ્યાં વગર કે ચાસણી માં બોળીને ઉપર થી પિસ્તા ની કતરણ છાંટી ને મજા લ્યો માલપુઆ.

malpua recipe in gujarati notes

  • અહી મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા પીસેલી સોજી પણ વાપરી શકો છો.
  • મિશ્રણમાં અંદર ખાંડ નાખેલ હોવાથી જો તમને વધારે મીઠા જોઈતા હોય તો જ ચાસણી માં બોળવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો