Go Back
+ servings
kopra pak banavani rit - kopra pak recipe - કોપરાપાક બનાવવાની રીત - kopra pak recipe in gujarati - kopra pak banavani recipe - kopra pak recipe gujarati

કોપરાપાક બનાવવાની રીત | kopra pak banavani rit | kopra pak recipe | kopra pak recipe in gujarati | kopra pak banavani recipe | kopra pak recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કોપરાપાક બનાવવાની રીત - kopra pak banavani rit શીખીશું. કોપરા પાક ને ટોપરા પાક, નારિયળ બરફી, ખોપરા પાક જેવા અલગ અલગ નામ થી ઓળખાય છે. જે અમુક પૂજામાંપ્રસાદ તરીકે વપરાય છે અને વ્રત ઉપવાસમાં અને મીઠા વગર ની વાનગીઓ ખાવા વાળા મોરાકાતઅને જયાપાર્વતી ના વ્રત માં પણ બનાવી ને ખવાય છે, આ કોપરા પાક બનાવવો ખૂબ સરળ છે ને ખૂબઝડપથી બની ને તૈયાર થઈ જાય છે અને એક વખત બનાવી ને ચાર પાંચ દિવસ સુંધી ખાઈ શકો છો.તો ચાલો kopra pak banavani recipe -  kopra pak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati sweets, sweet recipe in gujarati, ગુજરાતી મીઠાઈ, મીઠાઈ, મીઠાઈ બનાવવાની રીત
Cuisine Indian
Servings 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
  • 200 ગ્રામ મોરો નવો છીણેલો
  • 200 ગ્રામ ખાંડ 100 - 200
  • 1 ચમચી પિસ્તા ની કતરણ
  • 1 ચમચી ચારવડી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • પાણી જરૂર મુજબ

Instructions
 

કોપરાપાક | kopra pak | kopra pak recipe | kopra pak recipe in gujarati | kopra pak banavani recipe | kopra pak recipe gujarati

  • કોપરાપાક બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં  છીણેલો મોરો માવો નાખી ને ગેસ ચાલુકરી મિડીયમ તાપે માવા ને પાંચ સાત મિનિટ શેકો અથવા માવો શેકાઈ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાંસુંધી શેકી લ્યો માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખી ધીમા તાપે પાંચ મિનિટ બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.
  • પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ને જો કોઈ ગાંઠા હોય તો તોડી નાખવા.
  • હવે એજ કડાઈ માં ખાંડ અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ પર કડાઈ મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી ને ઉકળવા લાગે ને ચાસણીમાં કચરો લાગે તો એક બે ચમચી દૂધ નાખી ઉકાળી ઉપર આવેલ કચરો અલગ કરી લ્યો.
  • ચાસણી ઉકાળી ને ઘટ્ટ થાય એટલે ગેસ સાવ ધીમો કરી ચેક કરી લ્યો જો એક તાર બનાવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ને ચાસણી માં શેકેલ નારિયળ ના મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો અને કોપરા પાકને સેટ કરવા ઘી થી ગ્રીસ કરેલ વાટકા થી દબાવી સેટ કરી લ્યો ને એના પર પિસ્તા ની કતરણ અને ચારવડી નાખી ફરી દબાવી ને દસ પંદર મિનિટ થોડી ઠંડી થવા દયો.
  • પંદર મિનિટ પછી ચાકુથી માંગતા આકાર ના કાપા પાડી લ્યો અને બીજી અડધી કલાક ઠંડી થવા દયો ત્યારબાદ તવિથા થી કાઢી લ્યો ને ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો કોપરા પાક.

kopra pak recipe in gujarati notes

  • અહી તમે મીઠાસ ઓછી જોઈએ તો100 ગ્રામ, મિડીયમ જોઈએ તો 150 ગ્રામ અને ઘણી મીઠી જોઈએ તો 200 ગ્રામ ખાંડ નાખવી.
  • માવા ને ધીમા તાપે બરોબર હલાવતા રહી શેકવો જેથી કોપરા પાક લાંબો સમય સુંધી રહે.
  • તમે આ કોપરા પાક ને ફ્રીઝ માં મૂકી ને પણ મજા લઇ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો