Go Back
+ servings
mirchi vada - mirchi vada banavani rit - mirchi vada recipe in gujarati - મિર્ચી વડા - મિર્ચી વડા બનાવવાની રીત

મિર્ચી વડા બનાવવાની રીત | mirchi vada banavani rit | mirchi vada recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મિર્ચી વડા બનાવવાની રીત - mirchi vada banavani rit શીખીશું. વરસતા વરસાદ માં વાટીદાળ ના ભજીયા , પકોડા ને મિર્ચી વડા ખાવા ની જે મજા છે, એ બીજા સેમાય નથી ને જો એમાં પણ ગરમ ગરમ મિર્ચી વડા મળી જાયતો તો ઝરમર વરસતા વરસાદ ની મજા લ્યો તો ચાલો mirchi vada recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course nasta, nasto banavani rit, Snack, હળવો નાસ્તો
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મિર્ચી વડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 6-7 બાફેલા બટાકા
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુ પેસ્ટ
  • 5-7 લસણ ની કણી
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1-2 ચમચી તેલ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • 7-8 મોટા વાળા લીલા મરચા
  • તરવા માટે તેલ

બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ બેસન
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી અજમો
  • ¾ કપ પાણી

Instructions
 

મિર્ચી વડા | mirchi vada | mirchi vada recipe

  • મિર્ચી વડા બનાવવા સૌપ્રથમ આપણે બેસન નું મિશ્ર તૈયાર કરીશું ત્યાર બાદ બટાકા નું સ્ટફિંગ બનાવી લેશું અને સ્ટફિંગ ને મોટા વાળા મરચા માં ભરી ને બેસન માં મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી ને મિર્ચી વડા તૈયાર કરીશું.

બેસન નું મિશ્રણ બનાવવાની રીત

  • એક તપેલી માં બેસન ને ચાળી ને એમાં સ્વાદ મુજબ મીઠું, મસળી ને અજમો, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ ઢાંકી ને મૂકો.

મિર્ચી વડા માટેનું સ્ટફિંગ બનાવવાની રીત

  • મિર્ચી વડા માટેનું સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર માં આખા ધાણા, વરિયાળી, જીરું નાખી દર દરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો, હવે એજ મિક્સર જારમાં લસણ ની કણી , લીલા મરચા સુધારેલા,આદુનો ટુકડો નાખી એને પણ દરદરા પીસી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું વાળો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાંખી એક મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ બાફેલા મેસ કરેલ બટાકા નાખીબરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ બંધ કરી સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો સાથે લીલા ધાણા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યો. સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુંધી મરચા ને ધોઇ ને કપડા થી કોરા કરી લ્યો ત્યારબાદ ચાકુથી કાપા કરી લ્યો ને બીજ અલગ કરી લ્યો. અને કાપા માં  આંગળી થી મીઠું લગાવી ને એક બાજુ મૂકતા જાઓ.
  • હવે એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અને બહાર પણ પાતળું સ્ટફિંગ લગાવી લ્યો આમ બધા મરચામાં સ્ટફિંગ ભરી ને તૈયારકરી લ્યો . હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમથાય એટલે એમાંથી બે ત્રણ ચમચી બેસન માં નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ને મિડીયમ કરી નાખો.
  • હવે સ્ટફિંગ વાળા મરચા ને બેસન ના મિશ્રણ માં બોડી ને ગરમ તેલ માં નાખો ને મરચા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી મિડીયમ તાપે તરી લ્યો આમ બધા જ વડા ને ગોલ્ડન તરી લ્યો ને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે સર્વ કરો મિર્ચી વડા.

mirchi vada recipe in gujarati notes

  • મરચા તમે મોરા કે જેલેપીનો વાળા મરચા વાપરી શકો છો.
  • સ્ટફિંગમાં મસાલા તમે તમારી પસંદ મુજબ નાખવા.
  • ડુંગળી નાખવી હોય તો નાખવી નહિતર ના નાખો અથવા તો વઘાર માં પણ તમે ઝીણી સુધારેલી ડુંગળી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો