Go Back
+ servings
guvar dhokli gujarati recipe - guvar dhokli recipe - guvar dhokli nu shaak - guvar dhokli recipe gujarati - ગુવાર ઢોકળી નું શાક - guvar dhokli nu shaak gujarati recipe - guvar dhokli recipe in gujarati - guvar dhokli nu shaak recipe

ગુવાર ઢોકળી નું શાક | guvar dhokli gujarati recipe | guvar dhokli recipe | guvar dhokli nu shaak | guvar dhokli recipe gujarati | guvar dhokli nu shaak gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત - guvar dhokli gujarati recipe શીખીશું. આ શાક ખાવા માં ખૂબજ ટેસ્ટી લાગે છે અને ઘર માં રહેલ સામગ્રી માંથી બની જાય છે, અને બનાવવું પણ એટલું જ સરળ છે જેને રોટલીરોટલા સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો guvar dhokli nu shaak banavani rit - guvar dhokli recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shak banavani rit, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

ઢોકળી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 3-4 ચમચી બેસન ( ઓપ્શનલ છે )
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

ગુવાર નું શાક બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ ગુવાર
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 1-2 ચમચી આદુ, લસણ અને મરચાની પેસ્ટ
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા

Instructions
 

ગુવાર ઢોકળી નું શાક | guvar dhokli gujarati recipe | guvar dhokli recipe | guvar dhokli nu shaak | guvar dhokli recipe in gujarati | guvar dhokli nu shaak recipe

  • ગુવાર ઢોકળી નું શાક બનાવવા સૌપ્રથમ આપણે ઢોકળી નો લોટ બાંધી લેશું અને ગુવાર ને ધોઇ સાફ કરી એના કટકા કરી લેશું ત્યાર બાદ એનો વઘાર કરી લેશું અને પાણી નાખી દેશું પાણી ઉકળે એટલે એમાં લોટ મેથી ઢોકળી બનાવી ને નાખી કુકર બંધ કરી ચડાવી ને શાક તૈયાર કરીશું.

ઢોકળી નો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ચાળી ને લ્યો એમાં મસળી ને અજમો, જીરું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સકરી લેશું ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મીડીયમ નરમ.લોટ બાંધીને તૈયાર કરી લેશું.
  • બાંધેલા લોટ ને દસ મિનિટ એક બાજુ ઢાંકી ને રાખીશું. દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી ને એમાં થી ગોળ કે લાંબી ઢોકળી તૈયાર કરી ઢાંકીને એક બાજુ મુકીશું.

ગુવાર નું શાક બનાવવાની રીત

  • ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને અજમો નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી મિક્સ કરીએક મિનિટ શેકી લ્યો લસણ ની કચાસ દૂર થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ટમેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ સુધારેલ ગુવાર નાખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું નાખી દયો હવે એમાં બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકળવા દયો.
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ઢોકળી નાખતા જાઓ ને હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યારબાદ કુકર બંધ કરી મિડીયમ તાપે ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખી નેકુકર માંથી હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને બરોબર હલાવી લ્યોને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ગુવાર ઢોકળી નું શાક.

guvar dhokli recipe in gujarati notes

  • જો તમને ગુવાર નું શાક માં થોડી મીઠાસ પસંદ હોય તો ચમચી ગોળ નાખી શકો છો.
  • ઢોકળી માં બેસન નાખવાથી ઢોકળી નો સ્વાદ ખૂબ સારો લાગશે.
  • ઢોકળી ઘણી જાડી નહિ બનાવવી નહિતર અંદર થી કાચી રહી શકે છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો